અનુપમાં સાથેની કોલ્ડવોરની ખબરો પર સુદ્ધાંશું પાંડેએ તોડ્યું મૌન, કહ્યું કે પર્સનલ અને પ્રોફેશનલ…..

ટીવીની હિટ સિરિયલ ‘અનુપમા’ સતત ટીઆરપી લિસ્ટમાં જડવાયેલો છે. સિરિયલમાં દરરોજ નવા ટ્વીસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યા છે. આ દિવસોમાં અનુપમા અને અનુજના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને વનરાજને આ વાત ખૂબ જ ખરાબ લાગી રહી છે.

સિરિયલમાં ઘણીવાર અનુપમા અને વનરાજ વચ્ચે ઘણી વખત નફરત અને લડાઈ જોવા મળી છે. એવામાં એવી ખબરો હતી કે રિયલ લાઈફમાં પણ રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે. હવે અભિનેતાએ આ મામલે મૌન તોડ્યું છે અને રૂપાલી સાથેના તેના બોન્ડ વિશે જણાવ્યું છે.

અભિનેતા સુધાંશુ પાંડેએ સ્પોટબોય ઇ ને એક ઈન્ટરવ્યુ આપતાં પોતાના અને રૂપાલીના બોન્ડ વિશે જણાવ્યું છે. અભિનેતા કહે છે, ‘રુપાલી અને મારી વચ્ચેના કોલ્ડ વોરની બધી ખબર માત્ર અફવા છે. મેં વિચાર્યું કે તેની જન્મદિવસની પાર્ટી પછી કોલ્ડવોર વિશેની અફવાઓનો અંત આવશે. કારણ કે અમે પાર્ટીમાં સાથે ખૂબ જ મસ્તી અને ડાન્સ કર્યો હતો. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટામાં અમે સાથે હસતા અને મસ્તી કરતા જોવા મળ્યા હતા.

સુધાંશુ પાંડેએ રૂપાલી ગાંગુલી વિશે આગળ કહ્યું, ‘હું આશા રાખું છું કે આ બધી આધારહીન અફવાઓને ખતમ કરી દેવામાં આવશે, કારણ કે તેમાં ખરેખર કોઈ હકીકત નથી. શોમાં અમારી વચ્ચે જે પણ થાય છે, અમે રિયલ લાઈફમાં સારા બોન્ડ શેર કરીએ છીએ.

સોશિયલ મીડિયા પોસ્ટ વિશે વાત કરીએ તો, રૂપાલી તેના પાર્ટનર અનુજ અને હું મદાલસા શર્મા સાથેના વીડિયો શેર કરે છે. તેથી આ વસ્તુઓ પ્રોફેશનલ છે, તેમાં પર્સનલ કંઈ નથી.

Leave a Reply

Your email address will not be published.