ઓસ્ટ્રેલિયન પીએમે ભારત સાથેની ડિલના જશનમાં બનાવી ખીચડી, પીએમ મોદીને કહ્યા મિત્ર

ભારત સાથેના નવા વેપાર સમજોતાના જશન માટે, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેઓ ખીચડી બનાવતા દેખાઈ રહ્યા છે જે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીની મનપસંદ વાનગી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાએ 2 એપ્રિલના રોજ આર્થિક સહયોગ અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જે હેઠળ કેનબેરા, કપડાં, ચામડા, ઘરેણાં અને રમતગમત સંબંધિત ઉત્પાદનો જેવા 95%થી વધુ ભારતીય સામાનને પોતાના બજારમાં કરમુક્ત પ્રવેશ સુનિશ્ચિત કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Scott Morrison (@scottmorrisonmp)

મોરિસને શનિવારે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, “ભારત સાથેના અમારા નવા વેપાર સોદાના જશન માટે મેં આજે રાત્રે કઢી બનાવવાનું નક્કી કર્યું છે તે મારા પ્રિય મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રાંતની છે.” જેમાં તેની મનપસંદ ખીચડીનો સમાવેશ થાય છે.

પોતાના પરિવારનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું, ‘જેન, દીકરીઓ અને માતા બધાએ એને મંજૂરી આપી.’ તસવીર સાથે કરવામાં આવેલી પોસ્ટ પર 12 હજારથી વધુ ‘લાઈક્સ’ અને 900થી વધુ કમેન્ટ્સ આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક ઈન્ટરવ્યુમાં ખીચડીમાં પોતાની રુચિ દર્શાવી છે.

Leave a Reply

Your email address will not be published.