અરેઠમાં વરરાજાને થઇ ગયું એવું કે મંગળ ગીતોની જગ્યાએ મરશીયા ગાવા પડ્યા !

આ કિસ્સો સુરત નજીક આવેલ અરેઠ ગામમાં જોવા મળ્યો છે. જ્યાં અચાનક લગ્ન પ્રસંગે વરરાજા ને છાતીમાં વધુ પડતો દુખાવો થયો હતો ત્યારબાદ વરરાજા ને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ થોડા જ સમયમાં વરરાજાનું મોત નીપજ્યું હતું તેમજ બંને ગામમાં શોકનો માહોલ સર્જાઈ ગયું હતું.

ઘરે મંડપ બંધાતા બંધાતા પરિવારના તમામ સભ્યો ખુબ જ ખુશ હતા પરંતુ તેમના ઉપર સંકટ ના વાદળ છવાયેલા હતા. અને વરરાજા ને છાતીમાં દુખાવાના કારણે મોત નીપજ્યું હતું અને મંડપમાં થઈને તેમને તેમની અંતિમ યાત્રાકાઢવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર મિતેશભાઇ ચૌધરી ના લગ્ન હતા. સાંજે જમણવાર પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરે ખૂબ જ મોટો ડીજે નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે સમયે બધા લોકો ખૂબ જ ખુશ હતા પરંતુ હિતેશભાઈ ને અચાનક છાતીમાં વધુ દુખાવો ઉપાડવા લાગ્યો હતો ત્યારે તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને અંતે તેમનું મૃત્યુ નિપજ્યું.

Leave a Reply

Your email address will not be published.