અરવિંદ કેજરીવાલની દીકરી બની ઓનલાઇન ફ્રોડ નો શિકાર, બચવા માટે આટલું કરો નહીં તો તમે પણ બની શકો છો શિકાર

કોરોના મહામારી લોકોને છેતરવાનું કામ ખૂબ જ વધી ગયું હતું. ખાસ કરીને ક્યુ આર કોડ સ્કેમ સમગ્ર મામલામાં પ્રથમ નંબરે જોવા મળેલ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેટી હર્ષિતા online સ્કેમમાં ફસાઈ ગઈ હતી. હર્ષિતા પોતાના ઘરના સોફા ઓનલાઇન વેચવા માગતી હતી.

ત્યારે તેને ઓનલાઈન છેતરવામાં આવી હતી. એવો કિસ્સો મુંબઈના એક વ્યક્તિ જોડે જોવા મળ્યો હતો. એ પોતાનો ફર્નિચર ઓનલાઇન માર્કેટપ્લેસ માં વેચવા માગતો હતો. ત્યારબાદ એક વ્યક્તિએ તેને કોલ કરીને સ્કેન કરવાનું કહેતા યુવકના તમામ પૈસા પોતાના ખાતામાં ખેંચી લીધા હતા.

દિવસેને દિવસે છેતરપિંડી ખૂબ જ વધી રહ્યું છે. તેનાથી બચવા માટે કેટલાક ઉપાયો નીચે મુજબ છે. સાયબર તજજ્ઞોનું કહેવું છે કે કોઈ દિવસ વેરીફાઈ એપ્લિકેશન સિવાય બીજી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં. જેના કારણે પૈસા બીજા ખાતામાં જવાની શક્યતા વધી જાય છે.

કેટલીક અન્ય વેરીફાઈ પેમેન્ટ મોબાઈલ નંબર ઉપર એસએમએસ દ્વારા મોકલવામાં આવતી હોય છે. પરંતુ કોઈ દિવસ આ લીંક ઉપર ક્લિક કરવું જોઈએ નહીં નહિ તો તમારા ખાતામાં રહેલ તમામ ધન રાશિ ખાલી થઈ જશે.

 

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા અનેકવાર લોકોને જાગૃત કરવા માટે કહેવામાં આવતું હોય છે અને કોઈ દિવસ યુપીઆઈ પીન નંબર અને ઓટીપી શેર કરવો જોઈએ નહીં. કેટલાક લોકો પોતાને બેંક કર્મચારી કહીને otp માગતા હોય છે પરંતુ કોઈ દિવસ કોઈ બેંક ગ્રાહક જોડેથી ઓટીપી માગતી નથી.

Leave a Reply

Your email address will not be published.