એશ્વર્યા ની પ્રતિક્રિયા કંઈક આવી હતી જ્યારે તેને કહેવામાં આવ્યું, અભિષેક સાથે લગ્નને 15 વર્ષ થઈ ગયા

IIFA એવોર્ડ 2022માં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય ખૂબ જ મસ્તીમાં નજર આવ્યા હતા. બંને કલાકાર ખૂબ જ ઉત્સાહમાં પરફોર્મન્સ કરી રહ્યા હતા. એશ્વર્યા ઓડિયન્સમાં બેસીને ખૂબ જ મજા માણી રહી હતી. બંને લોકો જ્યારે ગ્રીન કાર્પેટ મા જોડે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તમારા લગ્નના 15 વર્ષ પૂર્ણ થઇ ગયા છે ત્યારે એશ્વર્યાએ ખુબ જ જોરદાર રી એક્શન આપ્યું હતું.

જ્યારે બંને સ્ટેજ ઉપર આવી રહ્યા હતા ત્યારે બંનેના મંતવ્ય વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે એક પત્રકારે તેમના 15 વર્ષ પૂર્ણ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ એશ્વર્યા ખુબ જ ખુશ થઇ ગઇ હતી અને તેને થેન્ક્યુ કહેવા લાગી હતી. અને ભગવાનને પ્રાર્થના કરતી નજર આવી હતી.

ઐશ્વર્યા રાયે જણાવ્યું કે હું અહીંયા ફક્ત પરફોર્મ કરતા કલાકારોને જોવા માટે તેમજ ઉત્સાહ વધારવા માટે આવી છું. મીડિયા રિપોર્ટ જ્યારે એશ્વર્યા રાય ને પૂછ્યું કે અભિષેક બચ્ચન કયા સોંગ ઉપર ડાન્સ કરવાના છે. ત્યારે એશ્વર્યા રાય સંપૂર્ણ વાતનો ખુલાસો કર્યો ન હતો અને કહ્યું હતું કે હજુ તમારે રાહ જોવાની જરૂર છે. જણાવી દઈએ કે અભિષેક બચ્ચન દ્વારા મુવી દસમી મુવી સોંગ ઉપર ડાન્સ કર્યો હતો જે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.


અભિષેક બચ્ચન ની વાત કરવામાં આવે તો પોતાના કામથી જ છેલ્લા કેટલાક સમયથી તેમને ખૂબ જ લોકપ્રિયતા ભેગી કરી છે. તેમણે અનેક મોટી મુવી માં કામ કરીને પોતાનું નામ ફરી એકવાર સમગ્ર બોલીવુડ જગતમાં પોતાનો ડંકો વગાડ્યો છે. તેમજ આગામી વેબ સીરીઝ માં અભિષેક બચ્ચન નજર આવી શકે તેવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.