આવતીકાલે ફિનલેન્ડ અને સ્વીડનના નેતાઓ રાષ્ટ્રપતિ બાઈડનની મુલાકાત કરશે જાણો શુ છે ખાસ વાત.

ફિનલેન્ડ અને સ્વીડનએ દુનિયાના સૌથી મોટા મિલીટરી એલાનસ NATO ની સદસ્યતા મેળવવા માટે ઓપચારીક રીતે આવેદન કરી દીધું છે. આ આવેદન બંને દેશોના વિદેશી મંત્રીઓ દ્વારા લખવામાં આવેલ એક પત્ર સ્વરૂપે છે. આ ઉપર હવે નોર્થ એટલાન્ટિક કાઉન્સિલમાં ચર્ચા થશે.

બંને દેશોને આની સદસ્યતા મેળવવા માટે એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે. આ વચ્ચે ફિનલેન્ડ અને સ્વીડનના નેતાઓની અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત થવાની છે. આ મુલાકાત ખૂબ ખાસ રહેવાની છે.

આ મુલાકાતમાં જયા રશિયા દ્વારા કરવામાં આવેલ કામ પર ચર્ચા થઈ શકે છે તો બીજા ઘણા મોટા મુદ્દાઓ પર પણ વિચાર થઈ શકે છે. ખાસ વાટ એ છે કે આ બંને નેતાઓ પોતે રાષ્ટ્રપતિ બાઈડનને ચર્ચા કરવા મટે આમંત્રણ આપ્યું છે. બંને દેશોએ પોતાની અલગ અલગ પાર્લામેન્ટમાં નાટોમાં શામેલ થવાના પ્રસ્તાવને મંજૂરી મળ્યા પછી આવેદન આપ્યું છે.

ફિનલેન્ડ અને સ્વીડનની અમેરિકી રાષ્ટ્રપતિ સાથે થવાની મુલાકાત પર રશિયાની પણ નજર રહેશે. આ મુલાકાતમાં તુર્કીના સ્વભાવ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે તુર્કીએ આ બંને દેશોને સંગઠનઆ સદસ્ય બનાવવાનો વિરોધ કર્યો છે. તુર્કીનું કહેવું છે કે આતંકી સંગઠનની વિરુધ્ધ આ બંને દેશનું વર્તન સંતોષકારક નથી રહ્યું.

આ બંને દેશોના સંગઠનમાં શામેલ થવા માંતે આવેદન આપવું ખૂબ ખાસ છે. આવું એટલા માટે કેમ કે અમેરિકા-રશિયામાં વર્ષો સુધી ચાલી રહેલ શીતયુધ્ધ દરમિયાન આ બંને દેશની ભૂમિકા સંપૂર્ણ રીતે તટસ્થ રહી હતી. પણ યુક્રેન પર રશિયાના હુમલા પછી યુરોપ માં સમીકરણ ખૂબ ઝડપથી બદલી રહ્યું છે. હવે આ બંને દેશોને પોતાની સુરક્ષાની ચિંતા થઈ રહી છે. આ જ કારણ છે કે ફિનલેન્ડ અને સ્વીડન બંનેને NATOમાં શામેલ થવાનું મન બનાવી લીધું છે.

Leave a Reply

Your email address will not be published.