આઝાદી પછી સૌ પ્રથમવાર ભારતમાં એક મહિલાને આપવામાં આવશે ફાંસી, ગુનો સાંભળી તમે પણ થઇ જશો હેરાન

આઝાદી બાદ સૌપ્રથમવાર આ મહિલાને આપવામાં આવશે ફાંસી. આ મહિલા નું નામ શબનમ છે જે અમરોહ ની રહેવાસી છે. શબનમે એપ્રિલ ૨૦૦૮માં પોતાના પ્રેમી સલીમ સાથે પરિવારના સાત વ્યક્તિઓની હત્યા કરી દીધી હતી. છોકરી ને બૂમ સાંભળીને ઘટના સ્થળ ઉપર લોકોને ખૂબ જ ભીડ થઇ ગઇ હતી.

સ્થાનિક લોકો જ્યારે તેના ઘરે પહોંચ્યો ત્યારે સાત લોકો જમીન ઉપર જોવા મળ્યા હતા ત્યારબાદ શબનમનું કહ્યું હતું ઘરે ચોર આવી ગયા હતા અને તેમને આ ઘટનાને અંજામ આપ્યું છે. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને ૨૫ વર્ષીય આ મહિલાએ પોતાના પ્રેમી સલીમ સાથે મળીને આ ઘટનાને ગંભીર રીતે અંજામ આપ્યો હતો.

આ મહિલા એક શિક્ષક હતી અને તેને પોસ્ટ ગ્રેજ્યુએટ કમ્પલેટ કર્યું હતું પરંતુ તેને પાંચ પાસ સલીમ જોડે ખૂબ જ પ્રેમ થઈ ગયો હતો આ વાતની જાણ પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્ય ખૂબ જ સમજાવી હતી પરંતુ તે આ વાત માની ન હતી અને પ્રેમી સાથે ઘર પરિવારના સભ્યોને મારી નાખવાની એક ખૂબ જ મોટી યોજના તૈયાર કરી હતી. ત્યારબાદ આ હત્યાના કેસ સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ મહિલાએ રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી પરંતુ આ અરજીને નકારી દેવામાં આવી છે.

આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ આ પહેલી મહિલા હશે જેને ફાંસીની સજા આપવામાં આવશે. સમગ્ર દેશમાં ફક્ત મથુરા જેલ એવી છે જ્યાં મહિલાઓને ફાંસી આપવામાં આવે છે. ત્યાં દોઢસો વર્ષ પહેલાં ફાંસી ઘર બનાવવામાં આવ્યું હતું. પરંતુ આજ દિવસ સુધી કોઈ મહિલાને ફાંસી આપવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published.