બાઇકને ટક્કર માર્યા બાદ ત્યાંથી ભાગી રહેલ કાર પણ થોડે દૂર ગયા બાદ પલટી ખાઇ જતાં એક યુવાન મોત થયું.

હરિયાણાના કર્નાલ જિલ્લામાં ઇન રોડ ઉપર ખૂબ જ ભયંકર અકસ્માત જોવા મળ્યું હતું જેમાં બાઇક સવારનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનામાં બાઇકને ટક્કર મારીને એક કાર ચાલક ત્યાંથી ભાગી રહ્યો હતો અને અચાનક જ આગળ જઈને તેની ગાડી પલટી મારી ગઇ હતી કારમાં રહેલા ચાર લોકો ત્યાંથી ભાગી ગયા હતા અને પોલીસ તેમને તપાસ કરી રહી છે.

 

જેમાં કારચાલક ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને બાઈક સવાર વ્યક્તિનું મોત નિપજતાં તેની લાશને ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે બાઈક ચાલક રોડના કિનારા ઉપર ઉભો હતો તે સમયે વધુ સ્પીડમાં એક કાર આવી અને બાઇક સાથે ટક્કર મારીને તે પોતાનું કંટ્રોલ ખોવાઈ ગયો હતો અને આગળ જઈને તે પણ અકસ્માતનો ભોગ બન્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કારચાલક નશામાં હતો. બાઈક ચાલકને હોસ્પિટલમાં લઇ જતાં તેનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.