બાળક કોમામાં સરી પડ્યું, 48 કલાકમાં ત્રણવાર હૃદય બંધ થયું, 6 વાર હૃદય પર કરંટ આપ્યો, 18 દિવસે બાળક હસતુંરમતું થયું

બાળક કોઈપણ ઉમરનું હોય માતા પિતા માટે તે ખૂબ મહત્વનું અને પહેલી પ્રયોરિટીમાં હોય છે. પણ આ પ્રયોરિટી ત્યારે વધી જાય જ્યારે બાળક 3 વર્ષથી નાનું હોય. બાળક જન્મે ત્યારે સામાન્ય રીતે દરેક માતા પિતા ઘણી મુંજવણ અનુભવતા હોય છે. એવામાં જ્યારે અડધી રાત્રે બાળકને કોઈ તકલીફ થાય તો ઘરમાં હાજર રહેલ દરેક વ્યક્તિ ખૂબ ડરી જતો હોય છે. આવું જ કશુંક થયું છે અમદાવાદના એક કપલ સાથે.

એકદિવસ રાત્રે અચાનક જ તેમનો સવા મહિનાનો દીકરો રડવા લાગે છે. દૂધ પીતો નથી અને પછી તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે. બાળકને આવી તકલીફમાં જોતાં માતા પિતા ગભરાઈ જાય છે અને તેને મેમનગરના એક દવાખાનમાં દાખલ કરવામાં આવે છે. બાળક બેભાન થઈ ગયું હોય છે. દવાખાનના ડૉક્ટરના કહેવા અનુસાર આ ઉમરના બાળકના હ્રદયના ધબકાર 100 હોય એ નોર્મલ વાત છે જ્યારે આ બાળકના ધબકારા 300થી પણ વધારે હતા.

300 થી વધારે ધબકારાને લીધે લોહીનું પમ્પિંગ ઓછું થઈ જાય છે અને તેના મગજ પર અસર કરે છે. એ પછી બાળક કોમામાં ચાલ્યો જાય છે. આ દરમિયાન બાળકનું હ્રદય એ 3 વાર બંધ થઈ જાય છે. આ સાથે તેને ખેંચ આવવી અને શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવી તકલીફ થઈ હતી. બાલકની બીપી એટલું ઓછું થઈ ગયું હતું કે તેને માપવું પણ મુશ્કેલ હતું.

બાળકના બીપી, ખેંચ, લોહીનું પમ્પિંગ, આ સિવાય શરીરના બીજા કોઈ અંગને નુકશાન થાય નહીં એ માટે અલગ અલગ દવાઓ અને ઇન્જેકશન શરૂ કરવામાં આવે છે. બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે અને હ્રદય બંધ થઈ જતાં તેને 6 – 6 વાર કરંટ પણ આપવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ બધુ એક સવા મહિનાના બાળક સાથે બની રહ્યું હતું. આ સમયે તેના માતા પિતાની શું પરિસ્થિતિ હશે એ તમે વિચારી શકો છો.

દવાખાનમાંથી રજા આપ્યા પછી પણ ડોકટરો સતત એકવર્ષ સુધી તેની સારવાર કરતાં રહે છે. આજે એકવર્ષ પછી તે નાનકડા બાળકની બધી દવાઓ, ઇન્જેકશન અને કોઈપણ પ્રકારની સારવારની જરૂર નથી એવું કહીને બાળકને હસતું રમતું ઘરે મોકલી દેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે બાળકની માતા દવાખાનના ડૉક્ટરનો આભાર માની રહી છે. તમે ફોટોમાં બાળકને ખુશખુશાલ જોઈ શકો છો. પ્રાર્થના કરીએ કે કોઈપણ માતા પિતાને પોતાના બાળકને આવી પરિસ્થિતિમાં જોવાનો વારો આવે નહીં.

Leave a Reply

Your email address will not be published.