બાળકો ની પરીક્ષામાં વાંચ્યા વિના પાસ કરી આપનાર પંડિત પ્રદીપ મિશ્રા નો પુત્ર નપાસ થયો

અભ્યાસ ન કરવા છતાં પણ પરીક્ષામાં પાસ કરાવી આપનાર કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રા નો છોકરો 8 મું ફેલ છે. થોડા દિવસ પહેલાં પ્રદીપ મિશ્રા એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે દાવો કરતા હતા કે કોઈ પણ બાળક અભ્યાસ વગર પણ પાસ થઈ જશે ફક્ત શિવલિંગ ઉપર પત્ર ચડાવવું પડશે.

સિહોર જિલ્લાના કોંગ્રેસ પ્રવક્તા પંકજ શર્મા નું કહેવું છે કે જે લોકોને પરીક્ષામાં વાંચ્યા વગર પાસ કરવાનો દાવો કરે છે પોતાનો છોકરો 8 મુ ફેલ થયેલ છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા નું કહેવું છે કે પોતાના દીકરાને પાસ કરાવી શક્યા નથી અને બીજા લોકો સાથે ખોટું કરવા નીકળી ગયા છે. જો પ્રદીપ શર્મા સાચું હોય તો સારી સ્કૂલ અને હોસ્પિટલ બંધ કરી દેવા જોઈએ. અને પ્રદીપ શર્માના નિવેદન ઉપર કાર્ય કરવું જોઈએ.

થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં પરીક્ષા લઇને અંધવિશ્વાસ ફેલાવવા એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રા અભ્યાસ વિના બાળકોને પાસ કરાવી આપવાની ગેરંટી લેતા હતા. કથાવાચક પંડિત પ્રદીપભાઈ શાહનું કહેવું છે કે બાળકોને અભ્યાસની કોઇ જરૂર નથી ફક્ત બિલિપત્ર લઈને શિવલિંગ ઉપર ચડાવો પરીક્ષામાં તમે આપોઆપ પાસ જશો. પ્રદીપ શર્માનું કહેવું છે કે વર્ષ દરમિયાન નહિ પણ વાંચ્યું હોય તો પણ ભગવાન તમને પાસ કરાવી દેશે.

ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો હતો અને લાખો લોકો દ્વારા એકબીજાને શેર કરવામાં આવી રહ્યો હતો પણ જ્યારે તેમના બાળક આઠમા ધોરણમાં નપાસ છે એ વાત બહાર આવતા સોશિયલ મીડિયા માટે ખૂબ ચર્ચામાં જોવા મળ્યા હતા.

 

ત્યારબાદ પંડિત મિશ્રાએ દરેક લોકોને the kashmir ફાઈલ મુવી જોવા માટે અપીલ કરી હતી તો કેટલાક લોકોએ તેમને પૂછ્યું હતું કે શું તમે ભાજપમાં જોડાઈ ગયા છો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે હું ધર્મનો રક્ષક છું.

થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કહેતા નજર આવ્યા હતા કે ભારત દેશને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવો જોઈએ. તેમજ સોને કી ચીડિયા કહેનારા દેશને હવે સોના નો મોટો ભાગ બનાવો પડશે. સંવિધાન માં ફેરફાર કરીને હિંદુ રાષ્ટ્ર બનાવવા ની શરૂઆત કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.