બાપુજીએ જણાવી પાર્ટી શાર્ટીની હકીકત તો ખુશીથી ઝૂમી ઉઠ્યા જેઠાલાલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અત્યાર સુધી જે રહસ્ય છુપાયેલું હતું તે હવે ખુલી ગયું છે અને સત્ય સામે આવતા જ સૌના હોશ ઉડી ગયા છે. જેઠાલાલ પહેલા, અય્યર, ડો. હાથી, પોપટલાલ, ભીડે, મહેતા સાહેબને સત્યની જાણ થઈ તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ, પરંતુ જેઠાલાલ સત્ય જાણે એ પહેલા જ તેઓ નશામાં ધૂત થઈ ગયા હતા અને મોટી ગડબડ થઈ ગઈ.

સોઢીના કહેવાથી જેઠાલાલે એ કરી નાખ્યું જે કરતાં પહેલાં સો વખત વિચારે છે અને મોટી ગરબડ એ થઈ કે બાપુજીને પણ બધી ખબર પડી. જેઠાલાલને જોઈને તે ગુસ્સે થઈ ગયો. પણ ડૉ. હાથીને દવા આપીને તે ભાનમાં આવ્યા અને બાપુજીએ ફરી તેમની ખબર લીધી. પરંતુ જ્યારે બાપુજીને જેઠાલાલના નશાની ખબર પડી ત્યારે તેઓ ચોંકી ગયા.

થોડા દિવસો પહેલા સોઢીએ બાપુજીને બારમાં જોયા હતા, જે બાદ તેમને પહેલા શંકા ગઈ અને પછી તેમની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ હતી કે બાપુજીએ નશો કરવાનું શરૂ કર્યું છે, પરંતુ હવે આખરે બાપુજીએ સાચું કહી દીધું છે.

તેમણે કહ્યું કે તે નશો નથી કરતા, પરંતુ નશાના બંધાણીઓને વ્યસનથી બચાવે છે. આ માટે તે નશામુક્તિ અભિયાન સાથે જોડાયેલ છે. જેવી  આ સત્ય ની જાણ જેઠાલાલને થાય છે એ સાથે જ તે ખુશીથી પાગલ થઈ જાય છે કારણ કે તે અત્યાર સુધી જે વિચારતો હતો તે સદંતર ખોટો સાબિત થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published.