બાપુજીનું રહસ્ય જાણીને જેઠાલાલ થઈ ગયા શોક, શુ શરમમાં છોડી દેશે ગોકુલધામ

આખરે બાપુજીનું સિક્રેટ બધાની સામે આવી જ ગયું. જો કે, જેને પણ આ વિશે ખબર પડી રહી છે તેને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. અય્યર, ભીડે, સોઢી, પોપટલાલ, ડો. હાથીએ સત્ય તો પોતાની આંખે જોયું છે પણ તેમ છતાં બાપુજીના આ રહસ્ય પર વિશ્વાસ કરવો તેમના માટે અઘરો છે અને બધાને નવાઈ પણ લાગે છે.

જેઠાલાલ બાપુજીને છોડીને પૂના ગયા હતા અને જેઠાલાલની ગેરહાજરીમાં બાપુજી તેમના મિત્રોને મળ્યા અને તેઓએ ઘણી પાર્ટી કરી હતી. જે સોઢી અને પોપટલાલે પોતાની આંખે જોયું. તો આ વાત જ્યારે સોઢી અને પોપટલાલે સોસાયટીમાં પહોંચીને બધા મિત્રોને કહ્યું તો તેઓ તેમની વાત પર વિશ્વાસ ન કરી શક્યા, પરંતુ જ્યારે બાપુજી સોસાયટીમાં પહોંચ્યા ત્યારે તેમણે તેમના ડગમગતા પગલે બધું સત્ય કહી દીધું. બાપુજીનું આ સત્ય જાણીને બધાને નવાઈ લાગી.

પૂનાથી પાછા ફરેલા જેઠાલાલને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેના બધા મિત્રોએ તેમને બાપુજીના સત્યથી રૂબરૂ કરાવ્યા. તેમને એક વીડિયો બતાવવામાં આવ્યો જેમાં બાપુજી નશામાં દેખાઈ રહ્યા છે અને આ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.

જેઠાલાલ ન તો કોઈની વાત પર વિશ્વાસ થઈ રહ્યો છે અને ન તો તેમની આંખો પર. દરેકને પાર્ટી શાર્ટી ન કરવાની સલાહ આપનાર બાપુજી આ કામ પોતે કરી રહ્યા છે એ હજમ કરવું જેઠાલાલ માટે મુશ્કેલ છે, પણ વીડિયો દ્વારા તેમને પુરાવા પણ મળ્યા છે.

હવે સવાલ એ છે કે શું જેઠાલાલ બાપુજીની હકીકત જાણીને ગોકુલધામ સોસાયટી છોડી દેશે. શુ શરમના કારણે એ ગોકુલધામ સોસાયટી છોડીને ચાલી જશે.

Leave a Reply

Your email address will not be published.