બરખાને એની અસલી જગ્યા બતાવશે અનુપમાં, માલિકીન બનીને જેઠાણીને શીખવાડશે સબક

ટીવીની ધમાકેદાર સીરિયલ ‘અનુપમા’ આ દિવસોમાં ટીઆરપીની રેસમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત આ શો સતત ટ્વિસ્ટ અને ટર્ન્સનો સાક્ષી બની રહ્યો છે, જેણે લોકોની ઉત્તેજના સાતમા આસમાન પર લઈ લીધી છે.

વીતેલા દિવસે ‘અનુપમા’માં બતાવવામાં આવ્યું હતું કે વનરાજ અનુપમાના ઘરે જાય છે અને તેના પર તેમજ તેના સાસરિયાઓ પર ગુસ્સે થાય છે. વનરાજની આ હરકતોથી અનુજ નારાજ થઈ જાય છે, જેના કારણે તે અનુપમાને શાહ પરિવારથી દૂર રહેવાની સલાહ પણ આપે છે. પણ અનુપમાંમાં આવનાર ટ્વીસ્ટ અને ટર્નસ અહીંયા જ ખતમ નથી થતા.

અનુજ અનુપમાને સમજાવે છે કે જે રીતે વનરાજ ત્યાં આવ્યો અને તેની સાથે વાત કરી, તેના સાળા પર બૂમો પાડી અને અનુપમા સામે અવાજ ઉઠાવ્યો તેનાથી તે ખૂબ ગુસ્સે છે.

 

View this post on Instagram

 

A post shared by anupamaa anuj😘❣ (@anu_pama_aa)

આવી સ્થિતિમાં અનુજ અનુપમાને થોડા સમય માટે શાહ પરિવાર સાથે સંબંધ તોડવા માટે કહે છે. આના પર અનુપમાએ તેને જવાબ આપ્યો, “કિંજલ માતા બનવાની છે અને આવા સમયે હું તેને કેવી રીતે છોડી દઉં.”

અનુપમા કિંજલને તેણીને સાથ આપવા અને તેણીની ગર્ભાવસ્થા દરમિયાન તેની સાથે રહેવા માટે કહે છે. આ જોઈને અનુજ ગુસ્સે થાય છે અને તેને કહે છે, “વનરાજ નામના પાત્રોને સાચવવાનું બંધ કરો.” અનુજની વાત પર અનુપમાનો પારો ચડી ગયો. તે કહે છે, “મારા માટે તે માણસને મળવું પણ મુશ્કેલ છે. મેં તેની સાથે 25 વર્ષ વિતાવ્યા છે, તેના અત્યાચારો સહન કર્યા છે.” દરમિયાન, અનુજ અને અનુપમાની દલીલ વધુ તીવ્ર બને છે.

વનરાજે પાખીને અનુપમાના ઘરે જવાની મનાઈ કરી હતી, જેના પર પાખી ચીસ પાડીને કહે છે, “મારે જૂઠું બોલવું પડે કે ભાગી જવું પડે તો પણ હું મમ્મીના ઘરે ચોક્કસ જઈશ.” બીજી બાજુ, બરખા, અનુજ અને અનુપમાના ઝઘડાનો ફાયદો ઉઠાવે છે, જેના પર સારા તેના ક્લાસ લેવામાં કોઈ કસર છોડતી નથી.

 

View this post on Instagram

 

A post shared by anupamaa anuj😘❣ (@anu_pama_aa)

અનુજ અને અનુપમાની લડાઈ પછી, બરખા તેની દેરાણી પાસે જાય છે અને તેને કહે છે કે કોઈ પણ પતિ તેની પત્નીના જીવનમાં એક્સ હોય તેવું પસંદ કરશે નહીં. આના પર અનુપમાએ તેને જવાબ આપ્યો, “ઝઘડાઓ મીઠા જેવા હોય છે, પરંતુ મને ન તો વધારે મીઠું ઉમેરવું ગમતું અને ન તો હું કોઈને ઉમેરવા દેતી.”

આ સાથે અનુપમા આગળ કહે છે કે, “મેં ઘરના ઈન્ટિરિયરનું બિલ કાકાને ચેક કરવા માટે આપ્યું હતું, પરંતુ બિલ અને ખર્ચ એકબીજા સાથે બંધબેસતા નથી.” અનુપમાની વાત સાંભળીને બરખાનું મોં ખુલ્લું થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published.