બસ એકવાર તમારા રોજીંદા જીવનમા ઉમેરો આ એક વસ્તુ, કબજીયાતને કરી દેશે જડમુળથી દૂર અને આંતરડાને બનાવશે કાચની માફક સાફ…

મિત્રો, આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં લોકોની ખાવા-પીવાની શૈલીમાં ખૂબ જ ફેરફાર થયો છે. તેને લીધે તેમને ઘણી પેટની સમસ્યા થાય છે. બહારનો ખોરાક ખાવાથી, તીખુ, તળેલું અને જંક ફૂડ ખાવાથી પાચનશક્તિ મંદ પડી જાય છે અને તેને લીધે પેટના રોગો થાય છે. પેટના રોગો શરીરમાં અનેક બીમારી નું મૂળ હોય છે.

તેથી આજે આપણે આંતરડાને સાફ કરવા માટેના ઘરેલુ ઉપચાર જાણીશું. જો તમારું પેટ સાફ હશે તો તમે બધા રોગ સામે રક્ષણ મેળવી શકશો. તેથી આજે પેટને સાફ રાખવા અને આંતરડાની સફાઈ કરવા માટેના ઉપાયો જોઈએ. આ ઉપાય નો ઉપયોગ કરવાથી શરીરમાં વર્ષો થી જમા થયેલો કચરો બહાર નીકળી જશે. તે આંતરડા માંથી ટોક્સિક દૂર કરી તેને કચ જેવા સાફ બનાવી દેશે. તો ચાલો આ ઉપાયો પર એક નજર કરીએ.

તેના માટે તમારે વરિયાળી, અજમો, જીરું અને સંચળ ની જરૂર પડશે. સૌથી પહેલા બે ચમચી અજમા અને બે ચમચી જીરુને તાવડીમાં ધીમી આંચ પર શેકી લો. ત્યારબાદ તેમાં એક ચમચી વરિયાળી અને અડધી ચમચી સંચળ મિક્સ કરો. આ બધાને મિક્સરમાં પીસી લો અને પાઉડર બનાવી લો. આ પાઉડરનુ સેવન ભોજન એક કલાક પછી કરવાનુ છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી આ પાઉડર નાખી તેનું સેવન કરો.

આ ઉપાય અજમાવવાથી તમારી પાચનશક્તિ મજબૂત બનશે. કબજિયાતની સમસ્યા હશે તો તે પણ દૂર થશે. રાત્રે જમ્યા પછી આ ચૂર્ણ પીવાનું છે. નિયમિત રીતે આ કરવાથી તમારું પેટ સાફ રહેશે અને કબજિયાત દૂર થશે. આ ઉપચાર દસ દિવસ સુધી નિયમિત રીતે કરવાનો છે. તેનાથી પેટમાથી બધી અશુદ્ધિઓ દૂર થઈ જશે અને પેટ અને આંતરડા સાફ થઈ જશે અને તમારા આંતરડા પણ કાચની માફક સાફ થશે. પેટની બીમારીઓ પણ દૂર કરશે.

આ ઉપચાર અજમાવવાથી શરીરમાં કોઈપણ પ્રકારની આડઅસર નહીં થાય. આ ચૂર્ણ નવશેકા પાણીમાં નાખીને પીવાનું છે અને તે પીધા પછી કઈ ખાવાનું કે પીવાનું નથી તેથી ધ્યાન રાખો તે સૂતા સમયે જ આ ચૂર્ણ નું સેવન કરવું. તે પેટના બધા વિકારો દૂર કરશે. તેનાથી ખોરાક બરાબર રીતે પચે તેથી પેટમાં ગેસ, એસિડિટી કે કબજિયાત જેવી કોઈ પરેશાની પણ નહીં થાય.

તે પેટ અને આંતરડામા રહેલા નકામા પદાર્થ અને શરીરની બહાર કાઢી નાખશે. તેથી નિયમિત રીતે તેનું સેવન કરવાથી શરીરમાં ઘણા ફાયદા થશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. તે કબજિયાત ને જડમૂળ માંથી દૂર કરી દેશે. તેથી નિયમિત રીતે આ ચૂર્ણ નું સેવન કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *