બસે બાઇકસવારને હડફેટે લીધા, પાછળ બેઠેલી યુવતી રસ્તા પર પડી, બસનો ડ્રાઇવર કચડીને ભાગી ગયો

અકસ્માત ના કિસ્સા દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યો છે. પરંતુ આ વખતે છત્તીસગઢ રાયપુર શહેરમાં એક યુવતીને કચડી નાખવામાં આવી છે. યુવતી પોતાના પિતા જોડે બાઈક પાછળ બેસીને જઈ રહી હતી. તે દરમિયાન વધુ સ્પીડમાં એક બસ આવી અને બાઇકને ટક્કર મારીને કચડી નાખ્યા હતા. ત્યારબાદ બસનો ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ દરમિયાન આ યુવક ની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ડ્રાઇવર ઉપર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ યુવતી પોતાના પિતા સાથે સેક્ટર 27 જઈ રહી હતી. આ ગંભીર અકસ્માત ગુરુવારના દિવસે સાંજે છ વાગ્યે થયું. અકસ્માત બાદ ઘટના સ્થળ ઉપર ખૂબ જ ભીડ જોવા મળી હતી.

પહેલા બસ અને બાઇક સાથે ટક્કર થતાં પિતા અલગ દિશામાં પડ્યા હતા. પરંતુ દીકરી બસ નીચે આવી ગઇ હતી. અને બસના ડ્રાઈવરે વધુ સ્પીડના કારણે તેના ઉપર બસ ચડાવી દીધી હતી. ઘટનાસ્થળે રહેલા લોકો મદદ માટે આવ્યા ન હતા. તે ખૂબ શરમ નાર્ક ઘટના છે. ત્યારબાદ એક વ્યક્તિને દયા આવતાં તેમણે હોસ્પિટલ અને પોલીસ બંનેને જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.