બે બહેનો ને એકબીજા સાથે થઈ ગયો પ્રેમ, અચાનક જ ભાગીને કરી લીધા લગ્ન,જાણો સમગ્ર વિવાદ

દિલ્હીમાં એક ખૂબ ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બે બહેનોએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. આ વાત સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે. સૌપ્રથમ એક બહેન ગાયબ થતાં તેના પરિવારના લોકોએ પોલીસ કમ્પ્લેન નોંધાવી હતી. એ જ સમયે દિલ્હીમાં આંબેડકર વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનમાં બીજી એક મહિલા અચાનક જ ગાયબ થઈ હતી. આ બંને યુવતીઓ એક બીજા ની પારિવારિક બહેન થાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આંબેડકર નગર વિસ્તારમાંથીગાયબ થયેલ યુવતી મામાની છોકરી સાથે દિલ્હીમાં એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. પોલીસ કર્મીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી હતી પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ સબૂત સામે આવ્યો નથી.

મળતી માહિતી અનુસાર બંને બહેનો ભાડાના એક જ મકાનમાં રહે છે. તપાસ દરમિયાન પોલીસે આ બે બહેનો ની ધરપકડ કરી લીધી છે. જ્યારે એક યુવતી યુવકના કપડામાં જોવા મળી હતી તો ત્યારે બીજી યુવતી તેની ઘરવાળી બનીને સંભાળ કરતી હતી. આ બંને બહેનો એ કહ્યું કે તે બંને લોકોએ લગ્ન કરી લીધા છે અને એકબીજા સાથે રહેવા માંગે છે.

પોલીસ દ્વારા આ પરિવારજનોના લોકોને સુચના આપવામાં આવી છે કે આ બંને લોકોને સમજાવતા રહો જો આ લોકોની મરજી હશે તો બંને એકબીજા જોડે રહી શકે છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને યુવતીઓ પોતાની ઈચ્છા અનુસાર લગ્ન કર્યા છે અને હવે તે બંને એકબીજા સાથે રહેવા માગે છે. તેમજ પોલીસ દ્વારા તેમને સુરક્ષિત સ્થાન પર મોકલવામાં આવ્યા છે. અને આ બંને લડકીઓ એકબીજાના પારિવારિક સબંધી છે.

Leave a Reply

Your email address will not be published.