બે જોડિયા બાળકો વચ્ચે છે આટલા દિવસનો ગેપ, સાંભળીને તમને પણ વિશ્વાસ નહીં આવે

આપણે સોશિયલ મીડિયામાં તેમજ ન્યૂઝમાં અનેક ચોંકાવનારા સમાચાર સાંભળ્યા છે. આપણે જાણીએ છીએ કે જોડિયા બાળકોને જન્મ માં 1 થી 2 મિનીટ જેટલું અંતર હોય છે. પરંતુ શું તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે જોડિયા બાળકો વચ્ચે ત્રણ દિવસનું અંતર હોય ? આવા કિસ્સા બહુ ઓછા જોવા મળે છે. આ કિસ્સો અમેરિકામાં એક મહિલા સાથે જોવા મળે છે. જ્યાં એક મહિલાએ ત્રણ દિવસના અંતરે બે છોકરીઓ ને જન્મ આપ્યો છે.

મહિલા સાથે વાતચીત કરતાં મરેલા જણાવે છે કે તેને પહેલી દીકરીનો જન્મ 7 માર્ચના દિવસે અને બીજી દીકરીનો જન્મ 10 માર્ચ ના દિવસે થયો હતો. માતા કહે છે પ્રથમ બાળકનો જન્મ 24 અઠવાડિયે અને ચાર દિવસે થયો હતો જ્યારે બીજા બાળકનો જન્મ 25 અઠવાડિયે થઈ ગયો હતો.


ત્યારબાદ માતા કહે છે કે અમે દરેક લોકોને જાણકારી ન હતી પરંતુ પ્રથમ બેબીનો ફોટો પરિવારજનોને મોકલ્યો હતો. ત્યારે દરેક લોકો ખૂબ જ ડરી ગયા હતા કારણ કે અલ્ટ્રા સાઉન્ડ ટ્વિન્સ જોવા મળી રહ્યા હતા. પરંતુ આ ફોટામાં એક જ બાળકની તસવીર નજર આવતી હતી ત્યારબાદ પરિવાર લોકોને જણાવવામાં આવ્યું હતું કે હજુ પણ એક બાળકનો જન્મ થવાનો બાકી છે.

હોસ્પિટલના ડોક્ટર સાથે વાતચીત કરતાં ડોક્ટરે જણાવ્યું કે તેમના જીવનમાં સૌપ્રથમવાર આવી ઘટના જોવા મળી છે. ડોક્ટરે જણાવ્યું કે બાળકોનો જન્મ ની સંભાવના ફક્ત ૩૦ ટકા હતી પરંતુ ડૉક્ટર દ્વારા વધુ સારવાર કરવાથી બાળકો તેમજ માતા સ્વસ્થ રીતે સંપૂર્ણ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published.