ભગવાન જગન્નાથની નગરચર્યા માં સરકાર દ્વારા લગાવવામાં આવ્યો આ એક નિર્ણય, દરેક વ્યક્તિને પાલન કરવું ફરજિયાત

અમદાવાદ જગન્નાથ પુરીની રથયાત્રા ની પરવાનગી સરકાર દ્વારા આપી દેવામાં આવે છે ત્યારબાદ મંદિરનાં ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું છે કે ૧૮ જેટલા શણગારેલા ગજરાજો સહિત 101 ભારતીય સંસ્કૃતિઓ નું પ્રદર્શન કરવામાં આવશે જેમાં ૩૦ અખાડા ૧૮ ભજનમંડળીઓ 3 બેન્ડવાજા રહેશે.

આ રથયાત્રા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળશે જેમાં અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાં થી ૨૦૦૦ જેટલા સાધુ-સંતો આ રથયાત્રામાં જોવા મળશે. પરંતુ કોરોના ના કેસ દિવસેને દિવસે સમગ્ર ગુજરાતમાં વધી રહ્યા છે જેના કારણે ફરજિયાત માસ્ક પહેરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ રથયાત્રા નો વીમો એક કરોડ 50 લાખ રૂપિયાનો લેવામાં આવ્યો છે.

સમગ્ર પ્રસંગ ત્રણ દિવસનો હોવાના કારણે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જુદાજુદા ત્રણ પરિવારના લોકો ભગવાનના વાઘા ને યજમાની કરશે. આજના દિવસે ભગવાન ના તમામ વસ્ત્રો તેમજ મુગટ મંદિરમાં આપી દેવામાં આવ્યા છે. રથયાત્રાના દિવસે આરતીના સમયે ભાજપના મહામંત્રી ભૂષણ ભટ્ટ દ્વારા વાઘા ચઢાવવામાં આવશે.

મંદિરના ટ્રસ્ટી નું કહેવું છે કે આગામી ત્રણ દિવસ ખૂબ જ મોટો ઉત્સાહ જોવા મળી શકે છે ૨૯મી જૂનના દિવસે ભગવાનને મામાના ઘરે થી પાછા આવશે જેથી સવારે છ વાગ્યે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની ગર્ભ ગૃહમાં રત્ન વેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવશે.

ત્યારબાદ સમય અનુસાર અનેક વિધેય કરવામાં આવશે અને ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવશે અને ત્યારબાદ ખૂબ જ મોટા પ્રમાણમાં ધ્વજારો પણ સહિત મહા આરતીનું આયોજન કરવામાં આવશે. 11 વાગ્યે ખૂબ જ મોટા પ્રમાણમાં ભંડારાનું આયોજન કરવામાં આવશે અને સાધુસંતોને વસ્ત્રોનું દાન કરવામાં આવશે.

બીજા દિવસે સવારે પૂજા કરવામાં આવશે ત્યારબાદ ૧૦ વાગ્યે 45 મિનિટ એ ગજરાજ એટલે કે હાથી નું પૂજન કરવામાં આવશે. માહિતી મુજબ સમગ્ર કાર્યક્રમ અમિત શાહ પોતાની હાજરી આપી શકે છે. ત્રણ વાગ્યે પૂજા-આરતી કરવામાં આવશે જેમાં ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર તેમ જ વિપક્ષના નેતા સુખરામ રાઠવા પોતાની હાજરી આપશે. ત્યારબાદ રાત્રે આઠ વાગ્યે ખૂબ જ મોટા પ્રમાણમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.