ભગવાનની ભક્તિમાં લીન વાંદરો સાધુના ખોળામાં બેસીને વગાડવા લાગે છે મંજીરા, જોઈ લો વિડીયો

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. આમાંથી ઘણા વીડિયો એવા છે કે જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

હનુમાન જયંતિના અવસર પર શેર કરવામાં આવેલો આ વીડિયો દરેકને પસંદ આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાંદરો સાધુઓની ભજન મંડળી સાથે બેસીને પૂરી ભક્તિ સાથે મંજીરા વગાડી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર જ્યારથી આ વીડિયો વાયરલ થયો છે ત્યારથી દરેક લોકો આ વાંદરાને હનુમાનજીના ચમત્કારિક અંશ તરીકે જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો કોઈ ઘાટનો લાગી રહ્યો છે.

શરૂઆતમાં લોકોને આ એક સામાન્ય વીડિયો જેવો લાગ્યો. પરંતુ જ્યારે ધ્યાનથી જોયું તો વાંદરાને આટલી સરસ અને લયબદ્ધ રીતે બેસીને મંજીરા વગાડતા જોઈને સૌને આશ્ચર્ય થયું.

દરેક લોકો વાંદરાને હનુમાનજીના અંશ તરીકે જોઈ રહ્યા છે. આ જ કારણ છે કે જ્યારે હનુમાન જયંતિના દિવસે આ વીડિયો સામે આવ્યો ત્યારે સોશિયલ મીડિયા પર વીડિયો જોવા ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.