ભાજપમાં હાર્દિક પટેલને આપવામાં આવશે 1.5 કરોડ ની લોકોની જવાબદારી, જાણો કેવી રીતે વિધાનસભામાં 70 સીટો અપાવશે હાર્દિક

હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા ફરી એકવાર ગુજરાત નું રાજકારણ ખૂબ જ ચર્ચાનો માં જોવા મળી રહ્યું છે. છે. હાર્દિક પટેલે સૌપ્રથમ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. 2017માં હાર્દિક પટેલે ભાજપ સામે ખૂબ જ લડાઈ લડી હતી અને ભારે નુકસાન કરાવ્યું હતું.

ફરી એકવાર ભાજપ સરકાર દ્વારા પાટીદાર સમાજને ભાજપમાં જોડવા માટે ખૂબ જ મોટુ રાજકારણ હાર્દિક પટેલ દ્વારા રમાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં 15000000 વસ્તી પાટીદારોની છે. જેમાં 70 વિધાનસભાની સીટ ઉપર પાટીદારોનું ખૂબ જ મોટું વર્ચસ્વ થયેલું છે.

2015માં સૌપ્રથમવાર પાટીદાર સમાજ દ્વારા અનામત લેવા માટે હાર્દિક પટેલના નેતૃત્વ નીચે પાટીદાર અનામત આંદોલન જોવા મળી હતી. ત્યારબાદ આ આંદોલન એટલું વિશાળ રૂપ જોવા મળ્યું હતું કે ૨૦ વર્ષથી પણ વધુ રાજ કરનાર ભાજપને પોતાની સત્તા ખોવાનો ડર લાગવા લાગ્યો હતો.

આ આંદોલનનો પરિણામ 2017 ની વિધાનસભા માં જોવા મળ્યું હતું. વિધાનસભાની સીટો માં 16 સીટો ઓછી મળી હતી અને ફક્ત 99 ઉપર જ આવીને ભાજપ રહી ગઈ હતી. ભાજપને જીત મળી હતી પરંતુ વધુ સીટ લઈ શક્યા ન હતા. તેમજ કોંગ્રેસના 77 તો મળી હતી જે ગુજરાતના રાજકારણમાં ખૂબ જ સારુ પરિણામ હતું.

હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાઈ ગયા છે અને તેમનું કહેવું છે કે કોંગ્રેસ તે ખૂબ જ તે નારાજ હતા કારણ કે કોંગ્રેસ દ્વારા તેમને કોઈ પણ સલાહસૂચન અથવા મદદ લેવામાં આવતી ન હતી અને તેમની અવગણના કરવાના કારણે તમને કોંગ્રેસમાંથી તમામ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.

 

મળતી માહિતી મુજબ ગુજરાતમાં પટેલ સમુદાય ૧૪ ટકા છે. જેમાં કડવા પટેલ અને લેઉવા પટેલ નો સમાવેશ થઈ જાય છે. ૧૯૮૪થી પાટીદાર સમુદાય ભાજપ સાથે ખૂબ જ સંકળાયેલો હતો. ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી એક રાજકારણથી ચાર મુખ્ય મંત્રી બન્યા હતા જેનું ફક્ત કારણ માધવસિંહ સોલંકી છે જે ખામ થિયરી ઉપર ખૂબ જ વિશ્વાસ કરતા હતા કામ એટલેકે ક્ષત્રીય હરીજન આદિવાસી અને મુસ્લિમ. જેથી પટેલોને આ વાત ખૂબ જ ખોટી લાગી હતી અને તે કોંગ્રેસ સરકાર થી દુર રહેતા હતા.

હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાઈ ગયા છે આવે ભાજપ સરકાર અને હાર્દિક પટેલનું એવું માનવું છે કે હવે પાટીદાર સમાજ પણ ભાજપ સરકાર સાથે જોડાઈને આગામી ચૂંટણીમાં સારા એવા મતદાનથી તેમને વિજય બનાવે.

કેટલાક લોકોનું માનવું છે કે હવે નરેશ પટેલ આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે નરેશ પટેલ રાજકોટ ના ખૂબ જ મોટા વ્યાપારી છે. મુખ્ય તે આ જ કારણ છે કે હાર્દિક પટેલ હવે ભાજપના કહેવા મુજબ પાટીદાર સમુદાયને ભાજપ તરફ ખેંચી લાવશે અને ૧૮૨ વિધાનસભાની સીટો માં 70માં પાટીદારોનું ખૂબ જ ભારે વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.

તેમજ આપણા ગુજરાતમાં અનેક વાર પટેલ સમાજના રાજકારણી મુખ્યમંત્રી જોવા મળ્યા હતા જેમકે ચીમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, anandiben Patel, વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.

ભાજપને સૌથી વધુ વિશ્વાસ સૌરાષ્ટ્ર ઉપર હતો પરંતુ પાટીદાર અનામત આંદોલનના કારણે ત્યાં ખૂબ જ નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ અને ભાજપ દ્વારા નરેશ પટેલને પોતાના પક્ષ તરફ ખેંચવા માટે ખૂબ જ પ્રયત્નો ચાલી રહ્યા છે કારણ કે સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લેઉવા પાટીદારો જોવા મળી રહ્યા છે અને નરેશ પટેલ ખોડલધામના ચેરમેન છે.

Leave a Reply

Your email address will not be published.