ભાજપમાં જોડાયા પછી હાર્દિક પટેલે દેખાડી આક્રમકતા, પત્રકારો સાથે ઝઘડ્યો અને આપી આવી સલાહ

હાર્દિક પટેલ બીજી જૂને સત્તાવાર રીતે ભાજપમાં જોડાઇ ચુક્યો છે. ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલે કમલમ ખાતેથી પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલના બદલતા રંગ દેખાયા હતા. પત્રકારોના સવાલના જવાબમાં હાર્દિક પટેલના સ્વભાવની ઉગ્રતા દેખાવા લાગી હતી. જોકે તેમણે ભાજપમાં જોડાવા અંગે કારણ આપ્યું હતું રાષ્ટ્રહિત.

પત્રકારોએ જ્યારે તેને પૂછ્યું કે તને ભાજપમાં જોડાવાની ઓફર કેવી રીતે મળે તો તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેને રાષ્ટ્રની સેવામાં સિપાહી બનવાની ઓફર મળી અને તેને સ્વીકારી. નેતાઓ અંગેની કોમેન્ટ અંગે તેમણે કહ્યું હતું કે જ્યારે તેમણે આંદોલન કર્યું હતું ત્યારે આક્રમકતાથી લડ્યો આંદોલનની પરિભાષા અલગ હોય છે. આંદોલન અંગે તેણે કહ્યું હતું કે તે ભલે ભાજપમાં જોડાયો પરંતુ આંદોલન ચાલુ જ રહેશે.

આ સાથે જ તેને એમ પણ કહ્યું હતું કે આંદોલન અનામત માટે હતું અને 10 ટકા અનામત મળી ગઈ પછી તે આંદોલન નો ભાગ નથી. જ્યાં સુધી પ્રશ્ન પરિવારોને રોજગારી નો છે તો તેને વિશ્વાસ છે કે સરકાર તરફથી તેમને રોજગારી મળશે અને જ્યાં સુધી તેમને રોજગારી નહીં મળે ત્યાં સુધી વૈકલ્પિક રોજગાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તેના પર થયેલા રાજદ્રોહનો કેસ મુદ્દે હાર્દિક પટેલે કહ્યું હતું કે તે રાષ્ટ્રપ્રેમી છે તે વાત કોઈને સાબિત કરવાની જરૂર નથી. તેના પર જે પણ આરોપ લાગ્યા હતા તે સાબિત થયા નથી અને એ કેસ કોર્ટમાં ચાલે છે. સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કેસ પર રોક લગાવી છે.

હાર્દિક પટેલે એક પ્રશ્ન એવો પણ કરવામાં આવ્યો હતો કે જીએમડીસી ગ્રાઉન્ડમાં લાખો લોકો એકઠા થયા હતા અને આજે 1500 લોકો પણ નથી.. એ વાત પર હાર્દિક પટેલે કહ્યું હતું કે ત્યાં કોઈ શક્તિ પ્રદર્શન કરવાનું હતું અહીંયા જે લોકો આવ્યા છે તેઓ સાથ આપવા આવ્યા છે. તે રાષ્ટ્રહિતમાં ભાજપમાં જોડાવા આવ્યો છે અને અહીં આંકડાનું કોઇ મહત્ત્વ નથી.

આ તકે તેણે એમ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી, અમિતભાઈ, જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ, સી.આર.પાટીલ આ બધા જ લોકો રાષ્ટ્રહિતમાં કામ કરી રહ્યા છે. આ સમયે તેની જવાબદારી છે કે તે પ્રદેશના હિતમાં અને રાષ્ટ્ર સેવાના યજ્ઞમાં નરેન્દ્ર ભાઈ નાના સિપાહી તરીકે કામ કરે. તેણે કહ્યું હતું કે રાજ્યના સાડા છ કરોડ લોકો માટે જે કામ જે યોજનાઓ સોંપવામાં આવશે તેને નિષ્ઠાથી નિભાવશે.

હાથ કે તેને કોંગ્રેસ અંગે કહ્યું હતું કે તે જ્યાં હતો ત્યાં કોઈ પણ મુદ્દા પર કામ થતું ન હતું હવે એટલું નિશ્ચિત થયું છે કે જેની છત્રછાયામાં તે આવ્યો છે ત્યાં જનહિતના કાર્યો પૂરી ઈમાનદારીથી થાય છે અને તે પણ કરશે. ભાજપમાં જોડાઈને તેના ઉત્સાહમાં વધારો થયો અને તે કોઈ પણ પરિસ્થિતિમાં સિસ્ટમથી અલગ રહીને કામ કરવા નથી ઈચ્છતો.

આંદોલન અંગે તેમણે ઉમેર્યું હતું કે આંદોલન સપ્તાહ ની સામે હતું અને ખૂબ જ આક્રમકતાથી હતું તે નવ મહિના જેલમાં પણ રહ્યો અને તેના ઉપર રાજદ્રોહનો કેસ પણ ચાલ્યો. તેના ઉપર 24 કેસ થયા છે. જનહિતમાં જ્યારે સત્તા સામે લડો ત્યારે નેતાઓ સામે આક્રમકતાથી લડવાનું હોય છે.

જ્યારે તે લડ્યા ત્યારે સરકારે તેને આપવું પણ પડ્યું. જ્યારે તે વિપક્ષમાં હતો અને 370 ની કલમ હટાવવામાં આવી તો તેણે ગૃહમંત્રી અને નરેન્દ્ર ભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે રામ મંદિર બનાવવાનો નિર્ણય થયો ત્યારે પણ તેને આભાર વ્યક્ત કર્યો હતો.

આંદોલનમાં થયેલી હિંસા મુદ્દે હાર્દિક પટેલે પ્રત્યુત્તર બે જવાબદારીપૂર્વક આપ્યો હતો. હાર્દિક પટેલે એવું કહી દીધું હતું કે તે કોઈ વસ્તુ સળગાવવા ગયો ન હતો તેમાં તેનો કોઈ રોલ નથી. અસામાજિક તત્વોએ આ કામ કર્યું હતું તેની સામે કાર્યવાહી પણ થઇ અને કેસ પણ થયા છે.

તેને રામ મંદિર મુદ્દે તે કોંગ્રેસ હિન્દુ ધર્મની લાગણી સમજતી નથી તેવો આરોપ પણ મૂક્યો હતો. તેણે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ શરૂ થયું ત્યારે અસંખ્ય વખત કોંગ્રેસ પાર્ટીમાં તેણે કહ્યું હતું કે આવું ભગીરથ કાર્ય 100 કરોડથી વધુ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલું છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતા હિન્દુ ધર્મની લાગણી સમજતા હોત તો ત્યાં આર્થિક સહયોગ કર્યો હોત. પરંતુ આ મુદ્દે કોઈ પણ પ્રકારની ચર્ચા કે સમાધાન લાવવાનો પ્રયાસ થયો નહીં.

Leave a Reply

Your email address will not be published.