ભરતસિંહ સોલંકીએ કરી ખૂબજ મોટી જાહેરાત, કોંગ્રેસમાંથી થોડા સમય માટે લીધો બ્રેક , વાંચો સંપૂર્ણ લેખ

કોંગ્રેસના ખૂબ જ મોટા રાજકારણીઓ અને પૂર્વ કેન્દ્રીય મંત્રાલય ભરત સિંહ સોલંકી આજે ફરી એકવાર ચર્ચામાં જોવા મળી રહ્યા છે. જેથી કરીને ભરતસિંહ સોલંકી પત્રકાર પરિષદ બોલાવી હતી. તેમને જણાવ્યું હતું કે તેમની પત્નીને ફક્ત પ્રોપર્ટીમાં જ રસ છે. અનેકવાર દોરાધાગા કરાવીને તેમને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે.

ભરતસિંહ સોલંકી નું કહેવું છે કે તેમની પત્નીએ તેમનું ૩૦ વર્ષીય રાજકારણીય કારકિર્દી પૂરું કરવા ઈચ્છે છે. ભરત સિંહનું કહેવું છે કે હવે કે ત્રીજા લગ્ન કરવાનો વિચાર કરી રહ્યા છે અને તેમણે રાજકારણમાં થોડા સમય માટે વિરામ લીધો છે. આ નિર્ણય તેમના પોતાનો છે.

ભરતસિંહ જણાવ્યું કે તેમનું રાજકારણ ૧૯૯૨ થી શરૂ થયું હતું, નાના કાર્યકર્તા થી આજે ખૂબ જ શિખર સુધી પહોંચી ગયા છે. પરંતુ તેમના પત્ની દ્વારા મિલકત લેવા માટે ખૂબ જ દબાણ કરવામાં આવતું હતું અને આ વાત નો સ્વીકાર ભરતસિંહ એ પણ કર્યો હતો.

ભરતસિંહ જણાવે છે કે જીવનમાં કોઈ દિવસ પત્નીનો સાથ મળ્યો નથી. પ્રોપર્ટી માટે હંમેશા સગા સંબંધીઓ દ્વારા લડાઈ કરવામાં આવી રહી છે. તેમજ સગાસંબંધીઓ ભરતસિંહ ઉપર ખૂબ જ દબાણ કરી રહ્યા છે. ભરત સોલંકી દ્વારા છુટાછેડા લેવા માટે અપીલ આપી દેવામાં આવી છે.

મીડિયા સમક્ષ ભરતસિંહ આવીને જણાવે છે કે તેમને ખૂબ જ દુઃખ થયું છે અને વાઇરલ થતાં વીડિયોમાં કે એક આણંદના મકાનમાં રહેતા હતા જે યુવતી નું ઘર હતું. તે  આ ત્રીજા લગ્ન કરવા માટે તૈયાર છે. તો ભરતસિંહ છૂટાછેડા આપ્યા બાદ લગ્ન કરી લેશે.

Leave a Reply

Your email address will not be published.