ભારત માટે સોનેરી અવસર: G-20 ની અધ્યક્ષતા કરશે ભારત, PM મોદીએ યુવાનોને કર્યું આહ્વાન

વિશ્વના સૌથી વિકસિત અને વિકસતી અર્થવ્યવસ્થાઓના સમૂહ જી-20ના આવનાર સમિટના યજમાન આપણો દેશ હશે. તેમાં ભારતને સૌથી અનોખા અંદાજમાં રીપરિજેન્ટ કરવામાં આવી શકે છે, તેની માટે વિદેશ મંત્રાલયએ એક ખાસ લોગો ડિઝાઇન કરવા માટેની સ્પર્ધા રાખી છે.

જેમાં આઇડિયા મંગવવામાં આવ્યા છે. આપણાં દેશમાં 1 ડિસેમ્બર 2022 થી 30 નવેમ્બર 2023 સુધી જી-20ની અધ્યક્ષતા કરશે. આ સાથે જ તે જી-20 સમિતિની 2023માં યજમાની કરશે. જી-20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગનું એક મુખ્ય મંચ છે, જે વૈશ્વિક આર્થિક ગવનેર્સ્માં મહત્વનો ભાગ ભજવે છે.

જી-20ની અધ્યક્ષતાને લઈને નવી દિલ્હી બેઠકને લઈને એજન્ડા નક્કી કરશે. વિદેશ મંત્રાલયએ પ્રવક્તા અરિન્દમ બાગચિને ટવીટ કરતાં સ્પર્ધાથી જોડાયેલ માહિતી આપી હતી. તેમણે ટવીટમાં લખ્યું છે કે, ‘આ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ભારત આગામી જી-20ની અધ્યક્ષતા માટે લોગો ડિઝાઇન કરવાની સ્પર્ધા રાખી છે. અમને તમારા આઇડિયા શેર કરી જણાવો કે એક વિશિષ્ટ ભારતીય જી-20ને કેવીરીતે રિપ્રેઝન્ટ કરવા જોઈએ. એન્ટ્રી 7 જૂં 2022 સુધી ચાલુ રહેશે.

અરિન્દમ બાગચિની આ ટવીટને રીટવીટ કરતાં પ્રધાનમંત્રી મોદીએ યુવાનોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કહ્યું છે. તેમણે ટવીટ કરતાં કહ્યું છે કે, ‘એક ખાસ સ્પર્ધા જે આપણાં યુવાનોની ક્રિએટિવિટીએ સેલિબ્રેટ કરશે. આ સ્પર્ધામાં ભાગ જરૂર લેજો.’ જી-20 ની અધ્યક્ષતા એ આપણાં દેશ માટે એક બહુ મોટી જવાબદારી છે.

જેમાં સમાન હિત સાથે જોડાયેલ બાબતો પર ચર્ચા અને સમન્વય કરવાનું કામ કારવમાં આવશે. આપણાં દેશની વિકસતી અર્થવ્યવસ્થા અને વિકાસશીલ અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરવાવાળો દેશ બની ગયો છે. કેમ કે અહિયાં ફક્ત મેન પાવર જ નહીં પણ ઉધમશીલતા પણ બહુ જડપથી વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published.