ભારતની એકમાત્ર ટ્રેન જેમાં 73 વર્ષથી લોકો મફતમાં કરી રહ્યા છે મુસાફરી

શું તમે જાણો છો ભારતમાં 73 વર્ષથી એક ટ્રેન ચાલે છે. જમા ટિકિટ લીધા વિના તમે મુસાફરી કરી શકો છો. આ ટ્રેન હિમાચલ પ્રદેશ અને પંજાબ ની સીમા ઉપર નજર આવે છે. ખાસ વાત તો એ છે કે આ ટ્રેનમાં આજ દિવસ સુધી કોઈ ટીકીટ ચેકિંગ કરવા માટે ઓફિસર્સને રાખવામાં આવ્યા નથી.

આ ટ્રેન ભાખડા નાંગલ બંધ જોવા આવેલ પર્યટકો માટે ચલાવવામાં આવી રહી છે. અહીંયા પર્યટકો ફક્ત ભારત જ નહીં પરંતુ વિદેશોથી પણ આવે છે જે આ ટ્રેનમાં મુસાફરી બિલકુલ ફ્રી કરાવવામાં આવે છે.

આ ટ્રેન ની ખાસિયત છે કે આ ટ્રેન લાકડામાંથી બનાવવામાં આવેલ છે. તેમજ આ ટ્રેન ચલાવવા માટે ડીઝલ નો ઉપયોગ કરવામાં આવે છે. દરરોજ ૫૦ લીટર ડીઝલ આ ટ્રેન ચલાવવા માટે વપરાય છે.

આ ટ્રેનની મુસાફરી હોવાનું મુખ્ય કારણ ભાખડા નાંગલ મેનેજમેન્ટ બોર્ડ ખર્ચો ઉઠાવે છે. ટ્રેન ની શરૂઆત ૭૩ વર્ષ પહેલાં થઈ હતી. આ ટ્રેનમાં 25 ગામના ૩૦૦ લોકો દરરોજ ફ્રીમાં યાત્રા કરે છે. આ ટ્રેનનો મુખ્ય ઉપયોગ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થઈ રહ્યો છે. આ ટ્રેન નો વધુ પડતો ઉપયોગ નજીકના ગામના ના લોકો કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાખડા નાંગલ બંધ આકર્ષણનું કેન્દ્ર છે અને લોકો પર્યટક સ્થળ જોવા માટે અનેક વાર આવતા હોય છે. લોકોની સુવિધા માટે બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.