ભરૂચમાં કેમિકલ ફેકટરીમાં વિસ્ફોટ, 6 કર્મચારીઓના મોત

ભરૂચ જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ હતી, જેમાં છ કામદારોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અમદાવાદથી લગભગ 235 કિમી દૂર દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત યુનિટમાં રવિવારે મોડી રાત્રે 3 વાગ્યે આ ઘટના બની હતી, ભરૂચના પોલીસ અધિક્ષક લીના પાટીલે જણાવ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલા છ લોકો તે પ્લાન્ટ પાસે કામ કરતા હતા. જેમાં લીકેજના કારણે અચાનક વિસ્ફોટ થયો હતો.

એમને કહ્યું કે પ્લાન્ટમાં વિસ્ફોટને કારણે ફેક્ટરીમાં આગ લાગી હતી. પ્લાન્ટની નજીક કામ કરતા તમામ છ લોકોના મોત થયા હતા. મૃતદેહો પછીથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આગને કાબુમાં લેવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.

આ પહેલા પણ ભરૂચની કેમિકલ ફેક્ટરીઓમાં વિસ્ફોટ થતા રહે છે. 23 ફેબ્રુઆરી 2021ના રોજ, GIDCની કેમિકલ કંપની UPL-5ના પ્લાન્ટમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં 24 લોકો દાઝી ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ આસપાસના ગામોમાં પણ સંભળાતો હતો.

Leave a Reply

Your email address will not be published.