ભાવનગરના ભાલ પંથકમાં 13 ગામડા પાણીમાં ડૂબી જવાની તૈયારીમાં, જાણો છુપાયેલ કારણ

ચોમાસાની શરૂઆત થતાં જ ભાવનગર આવેલ નજીક ગ્રામજનો ખૂબ ચિંતામાં મુકાઇ જાય છે. કારણ કે ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ગામમાં આવી જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે.

પાણીને દૂર કરવા માટે સ્થાનિક તંત્ર દ્વારા 38 કરોડનો ખર્ચ કરીને ખૂબ મોટો પ્રોજેક્ટ બનાવવા માટે અરજીઓ કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા તેમાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકારે પૈસા ખર્ચ કરવાની ખાસ જરૂર નથી પરંતુ તેનાથી મીઠા અવરોધક પારા બનાવવાની જરૂર છે.

ચોમાસાની શરૂઆત થતાં ભાવનગર ના વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાઈ જાય છે તેના કારણે ફક્ત ભાવનગર જ નહિ પરંતુ વેરાવદર માં આવેલ બાગ નેશનલ પાર્કમાં કાર્ય પણ ખૂબ જ પ્રભાવિત થતા હોય છે.

આ અંગે નિકાલ લાવવા માટે ઉચ્ચકક્ષાની મીટીંગ બોલાવવામાં આવી હતી પરંતુ ચોક્કસ રૂપે સૂચનાઓનું પૂર્ણ રીતે પાલન ન થતાં હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી.

ભાવનગર નજીક આવેલા ભાલ વિસ્તારમાં એક વર્ષ પહેલા કુદરતી વહેણને ફરી ચાલુ કરી મોટી કેનાલ બનાવવામાં આવી હતી જે ચોક્કસ રીતે સ્થાનિક લોકોને ખૂબ જ ફાયદો થયો હતો. તેમજ સ્થાનિક લોકો દ્વારા ફરીથી નવા પ્રોજેક્ટ માટે અરજી કરવામાં આવી છે જેનો અંદાજીત ખર્ચ ૩૮ કરોડ થાય કેમ છે. સ્થાનિક લોકો દ્વારા એક વર્ષથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ કોઈ તંત્ર દ્વારા તેમના ઉપર એક્શન લેવામાં આવતી નથી.

ભાવનગર જોડે આવેલ ભાલ પંથકમાં ચોમાસા દરમિયાન ૧૩ જેટલા ગામોમાં ચાર નદીઓનું પાણી એક સાથે ભરાઈ જાય છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકાર મદદ કરે તો ચોમાસામાં ભરાયેલું પાણી કેનાલ મારફતે સમુદ્રમાં મોકલવામાં આવે જેથી કરીને ગ્રામ્યજનો ઉપર કોઈ માઠી અસર જોવા મળે નહીં અને તે પોતાની સારી રીતે ખેતી કરી શકે.

Leave a Reply

Your email address will not be published.