ભીખાભાઈએ કર્યો શિલાન્યાસ, ૩૦ કરોડનું દાન આપીને સોમનાથમાં બનશે પાર્વતી મંદિર…

સોમનાથ મહાદેવ મંદિરના વિકાસનું કાર્ય હાલમાં ચાલી રહેલું છે. તેમાં પણ ખાસ પાર્વતી મંદિર ને લઈને લોકોને ખૂબ જ આતુરતા છે. આખા વિશ્વમાં સોમનાથ મંદિર વિનાશ પર વિજયનું પ્રતીક માનવામાં આવે છે. સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત જીર્ણોદ્ધાર થયેલ છે અને સાતમી પ્રતિકૃતિ હાલમાં આપણી સામે છે. આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ સોમનાથ મંદિર ના અધ્યક્ષ સ્થાને રહીને તેના વિકાસનું કાર્ય હાથ ધર્યું છે.

સોમનાથમાં શ્રી રામ મંદિર અને ભાલકાતીર્થ નો પણ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. તેમજ યાત્રાળુઓ માટે અતિથિગૃહ ની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરના શિખર ને સુવર્ણ ઘડપણ કર્યો છે. હાલમાં સમુદ્ર દર્શન પથ નું લોકાર્પણ થઈ ચૂક્યું છે તેની લંબાઈ ૧.૫ કિલો મીટર જેટલી છે. જેનાથી સોમનાથ મંદિર થી લઈને ત્રિવેણી સંગમ સુધી ભક્તો સમુદ્રની સુંદરતાને માણી શકશે.

આ ઉપરાંત સોમનાથ પ્રદર્શન ગેલેરી અને માતા અહલ્યા બાઈ દ્વારા નિર્મિત મંદિરનું નવ નિર્માણ પણ કરવામાં આવ્યું છે. ભક્તોનું સૌથી વધુ આકર્ષણ માતા પાર્વતીના મંદિર તરફ રહેશે. જેનો શિલાન્યાસ પણ કરવામાં આવી ચૂક્યો છે. ટૂંક સમયમાં સોમનાથ મંદિર પર્યટકોનો સૌથી મોટું આકર્ષણ નું કેન્દ્ર બની જશે.

માતા પાર્વતી ના મંદિર નો સંકલ્પ ભીખાભાઈ એ કર્યો હતો જે સુરતના એક હીરાના વેપારી છે. શ્રદ્ધાળુઓ માટે આ પાર્વતી મંદિર ખૂબ જ ખાસ રહેશે. તમને જણાવી દઈએ કે પાર્વતી મંદિરના નિર્માણ માટે ભીખાભાઈ એ ૩૦ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આ મંદિરની શિલાન્યાસ વિધિમાં ભીખાભાઈ ધમેલિયા નો પરિવાર હાજર રહ્યો હતો.

સુરતના ડાયમંડ કિંગની ચર્ચા આ દાન માટે ખૂબ જ થઈ હતી. ભીખાભાઈ ને સોમનાથ મંદિર સાથે ઘણો લગાવ છે. આ દાન આપીને ભીખાભાઈ એ ખૂબ જ સારું કાર્ય કર્યું છે તેના માટે આવતી પેઢી તેમને જરૂર યાદ રાખશે. હીરાભાઈ મૂળ અમરેલી જિલ્લાના સિમારણ ગામના છે.

૨૦૧૨ માં ભીખાભાઈ સોમનાથ દર્શન કરવા માટે આવ્યા હતા. પ્રદક્ષિણા કરતા સમયે તેનું ધ્યાન ઓટલા પર પડ્યું હતું, આ ખંડિત ઓટલાના સ્થાને જ પાર્વતી મંદિર નિર્માણનો સંકલ્પ તેમને કર્યો હતો અને આજે ૨૦૨૧ માં આ મંદિરનો શિલાન્યાસ પણ થઇ ચૂક્યું છે. આ મંદિરની બનાવટમાં સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવશે અને સાડા ત્રણ વર્ષ પછી મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *