ભૂલ ભૂલૈયા 2 નું રિવ્યૂ, મૂવી જોતા પહેલા આ લેખ અવશ્ય વાંચો

કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ થિએટરમાં રીલીઝ થઈ ગઈ છે. અક્ષય કુમારની ભૂલ ભુલૈયા 2007માં પ્રિયદર્શન એ ડાયરેક્ટ કરી હતી, તેને થિએટરમાં ખૂબ કમાણી કરી હતી અને લોકોને પણ ખૂબ પસંદ આવી હતી. એ ફિલ્મને 15 વર્ષ થયા એ પછી અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક દેખાઈ રહ્યો છે. તો આ વખતે નિર્દેશન એ અનીઝ બજમીએ કર્યું છે. ચાલો તમને જણાવીએ શું ખાસ છે જોવા જેવુ.

સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મ શરૂ થાય છે મંજુલિકાના ભૂતને તાંત્રિકની મદદથી રક રૂમમાં બંધ કરવાથી. પછી સ્ટોરી સીધી 18 વર્ષ પછી બતાવે છે. રુહાન રંધાવા એટલે કે કાર્તિક કે જે ફિલ્મમાં એક ફેમસ બિઝનેસ ટાયકુનનો એક દીકરો છે અને વિશ્વમાં ફરીને તે જીવનની મજા લઈ રહ્યો છે.

તેની મુલાકાત રીત એટલે કે કિયારા સાથે થાય છે. રીતની મદદ કરવા માટે રુહાન એ રાજસ્થાનના ભવાનીગઢમાં પહોંચે છે. અહિયાં તે બધાને કહે છે કે તે ભૂતો સાથે વાત કરી શકે છે અને બસ પછી રુહાન એ રૂહ બાબા બની જાય છે. પણ તકલીફ ત્યારે થાય છે જ્યારે મંજુલિકાનું ભૂત બહાર આવે છે.

આ ફિલ્મની જાહેરાત થતાં જ લોકો અક્ષય અને કાર્તિક વચ્ચે સરખામણી કરવા લાગ્યા હતા. પણ ફિલ્મમાં જોયા પછી આ નવી ફ્લેવરની કહાની માટે કાર્તિક આર્યન એ પોતાના પાત્રને ખૂબ ન્યાય આપ્યો છે. કાર્તિકે પોતાનું કામ ખૂબ સારી રીતે કર્યું છે, જો કે કિયારા માટે આ ફિલ્મમાં બહુ કઈ ખાસ છે નહીં કેમ કે આ ફિલ્મ તબ્બુ ની છે.

આ ભૂલ ભુલૈયામાં પણ તબ્બુએ ખૂબ સારો અભિનય કર્યો છે. વાત જૂની અને નવી ફિલ્મની સરખામણીની છે તો તે એ કે રાજસ્થાન અને રાજપાલ યાદવ. અમુક રસપ્રદ પંચલાઇન રાજપાલ યાદવના ભાગે આવી જાય છે.

વાત એમ છે કે કોમેડીનું કામ રાજપાલ યાદવ, કાર્તિક આર્યન અને સંજય મિશ્રાએ સંભળાયું છે અને ખૂબ સારી રીતે નિભાવ્યો છે. ફિલ્મમાં વધારે પડતાં ડાયલોગ કામ અને હસતાં હસતાં ડરાવતા રહે છે. આ એક ફેમિલી ફિલ્મ છે અને તમે આખા પરિવાર સાથે બેસીને આ ફિલ્મ જોઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published.