બર્થડે બોય બેદરકારી નો બન્યો ભોગ, જન્મદિવસે મિત્રે માથામાં લોટ નાખતા મિત્ર સળગી ગયો.

દરેક લોકો પોતાનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે પરંતુ અમુક સમય એવા બનાવો બનતા હોય છે કે આપણને આખી જિંદગી યાદ રહી જાય આવું કશું મહારાષ્ટ્રમાં સામે આવ્યો છે.

પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે દરેક મિત્રો ભેગા થયા હતા પરંતુ આ ઉજવણીમાં કંઈક એવું બન્યું કે તાત્કાલિક ધોરણે બર્થ ડે બોય ને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો.

મિત્રો દ્વારા આયોજીત કરવામાં આવેલી આ પાર્ટીમાં રાહુલ નામનો યુવક જેનું મંગળવારના દિવસે બર્થ ડે હતો તે ખૂબ જ દાઝી ગયો હતો અને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

આ યુવક મહારાષ્ટ્ર ભોપાવાળા વિસ્તારમાં રહેતો હતો અને મંગળવારના દિવસે જન્મદિવસ હોવાથી તેણે પોતાના મિત્રોને આમંત્રિત કર્યા હતા. ત્યારબાદ આ બધા મિત્રો નજીકના વિસ્તારમાં ભેગા થયા અને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા ઇચ્છતા હતા તેના મિત્રો રાહુલ ની ગિફ્ટ સાથે માટે ઈંડા અને લોટ પણ લાવ્યા હતા.

એક નાનકડી ભૂલને કારણે થઈ મોટી દુર્ઘટના

મિત્રો દ્વારા ખૂબ મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના મિત્રો રાહુલ માટે કેક લાવ્યા હતાં. ત્યારબાદ રાહુલને કેક કાપી અને પોતાના મોઢામાં સળગતી મીણબત્તી મૂકી દીધી હતી ત્યારબાદ તેને એક મિત્ર દ્વારા રાહુલ ના મોઢા ઉપર લોટ ફેંકવામાં આવ્યો હતો અને આ આગ એ ખૂબ વિશાળ રૂપ ધારણ કર્યું હતું. જ્યાં સુધી મિત્રો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવે ત્યાં સુધી રાહુલ ખૂબ જ દજાઈ ગયો હતો.

ત્યારબાદ મિત્રોની મદદથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ડોક્ટર દ્વારા વાતચીત કરતાં માહિતી મળી કે રાહુલ હવે તૈયાર છે પરંતુ પૂરેપૂરો સ્વસ્થ થતા થોડોક સમય લાગશે.

Leave a Reply

Your email address will not be published.