બ્લડપ્રેશર અને તજા ગરમીથી મળશે તુરંત રાહત, એકવાર કરો આ અમૃત સમાન ફળનું સેવન અને નજરે જુઓ પ્રભાવ…

એક પ્રાચીન કથામાં કહેવામાં આવ્યું છે કે ભગવાન પ્રહલાદે તપસ્યા દરમિયાન કોઠાના ફળનું ભોજનમાં સેવન કર્યું હતું. કોઠામાં ઘણા બધા ઔષધીય તત્વો હોય છે. તેથી આયુર્વેદિક દવાઓ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને પેટ સંબંધિત બીમારીઓ માટે કોઠું ખૂબ જ ફાયદાકારક છે. તે ગરમીમાં ઠંડક આપે છે અને ઊર્જાનો સારો સ્ત્રોત છે.

કોઠામાં ગોળ મિક્સ કરીને ખાવાથી થાક દૂર થાય છે. તેમજ શરીરમાં તાજગી આવે છે. કોઠા નું શરબત પીવાથી મગજ શાંત રહે છે અને સારા વિચાર આવે છે. તે બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. તેના પાનને ઉકાળી ને તે પાણીનું સેવન કરવાથી બ્લડ પ્રેશર સામાન્ય રહેશે.

આ ઉપરાંત કોઠા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. તે પાચનશક્તિને મજબૂત બનાવે છે અને પાચન તંત્ર તેમજ પેટને લગતા રોગો દૂર કરે છે. તે મનુષ્ય શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખવા માટે ઉપયોગી સાબિત થાય છે. કોલેસ્ટ્રોલની સમસ્યાઓ દુર કરવા માટે પણ કોઠા ઉપયોગી છે. આ ઉપરાંત વજન ઘટાડવામાં પણ સારું છે.

ગુજરાતમાં કોઠા નું ઝાડ બધી જગ્યાએ જોવા મળે છે. તેના પર ગોળ લાડવા જેવા ફળો આવે છે જેની છાલ કઠણ હોય છે પાકું કોઠું સુગંધિત અને સ્વાદિષ્ટ હોય છે. કોઠાના સેવનથી ઘણા બધા નાના મોટા રોગો દૂર થાય છે. કોઠાના બીજ હૃદય રોગ અને માથાના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

પિત્ત, કફ, ફ્લુ, ઉલટી, હેડકી વગેરે જેવી સમસ્યા દૂર કરવા માટે કોઠા ના બીજ નો રસ પીવો જોઇએ. આ ઉપરાંત કોઠા ના ઝાડ ના ફૂલ નો ઉપયોગ કોઈપણ પ્રકારના તાવને દૂર કરવા માટે કરી શકાય છે. તેમાં ગોળ અને સાકર નાખીને ચટણી બનાવી ને ઉપયોગમાં લઇ શકાય છે. આ ઉપરાંત પાકા કોઠાના ફળનો મુરબ્બો પણ બને છે.

સ્ત્રી ને પેટમાં થતો દુખાવો દૂર કરવા માટે કોઠા ના પાન અને વાંસ ના પાન નું ચૂર્ણ મધ સાથે આપવાથી ફાયદો થશે. સવારે પાકા કોઠાના ગર્ભ નો ગોળ સાથે શરબત બનાવીને પંદર દિવસ સુધી પીવાથી હરસ-મસા ની સમસ્યા નાબૂદ થઇ જશે. આખા કોઠાના ગર્ભમાં ગોળ અને પાણી મિક્સ કરીને પીવાથી શરીરમાં અન્ય લાભ પણ જોવા મળશે.

અસ્થમાના અટક પછી હૃદય ના ધબકારા સામાન્ય ન હોય તો કોઠાના મૂળનો ઉકાળો પીવાથી હૃદયના ધબકારા કંટ્રોલમાં રહેશે. આ ઉપરાંત કોઠા નું સેવન કરવાથી આંતરડા સાફ રહે છે. જેને લીધે પેટની સમસ્યા થતી નથી. કબજિયાત, અપચો, અલ્સર વગેરે જેવા રોગોથી આરામ મળી જશે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં લૂ થી બચવા માટે કોઠાના ગર્ભમાં પાણી અને ખાંડ મિક્સ કરીને પીવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *