બ્લુટુથ બગ બન્યુ છે વિન્ડોઝ અને એન્ડ્રોઈડ યુઝરો માટે ખતરો, વાંચો આ લેખ અને જાણો કેવી રીતે…?

સિક્યોરિટી એક્સપર્ટ મુજબ બ્લૂટૂથ માં ૧૬ વલ્નરેબિલિટી જોવા મળી છે. જેને લીધે વિન્ડોઝ ૧૦ અને એન્ડ્રોઇડ યૂઝર્સ ને સાવધાન થઈ જવાની જરૂર છે. બ્લૂટૂથ માં મળી આવેલ વલ્નરેબિલિટી ને બાર્ક ટુથ નામ આપવામાં આવ્યું છે. તેના લીધે ઘણા બધા ડિવાઇસ પ્રભાવિત થયા છે.

જેના લીધે બ્લૂટૂથ થી જોડાતી ડિવાઇસ જેવી કે સ્પીકર, હેડફોન, માઉસ, કીબોર્ડ અને અન્ય ડિવાઇસ પર તેની અસર જોવા મળી છે. બ્લૂટૂથ આ ખામીને કારણે Qualcomm, Intel અને Texas Instruments જેવી ચિપ્સ બનાવતી કંપનીઓને અસર થઇ છે. આ ઉપરાંત Microsoft surface લેપટોપ, Dell desktop અને ઘણા એન્ડ્રોઇડ સ્માર્ટફોન જેવા કે Samsung, Google Pixel, One plus જેવા સ્માર્ટફોન ને પણ અસર થશે.

આ અંગે રિસર્ચ કરનાર ટીમ એ ૧૩ ચિપ્સના ૧૧ વેન્ડર્સ પર અભ્યાસ કર્યો હતો. સિંગાપુર યુનિવર્સિટીના એક રિસર્ચ મુજબ આ બગ્સ ઓછામાં ઓછા ૧૪૦૦ એમ્બેડેડ ચિપ્સ પર જોવા મળ્યા હતા. બ્લૂટૂથ ના બગ ને લીધે અનેક ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જેવી કે સ્માર્ટફોન, લેપટોપ અને સ્માર્ટ હોમ ગેજેટ્સ પ્રભાવિત થયા છે. ટૂંકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આવતા દરેક ઉપકરણો પર તેની અસર થઈ છે.

એક અનુમાન મુજબ જણાવવામાં આવ્યું છે કે ૧ બિલિયન થી પણ વધારે ડિવાઇસ જે બ્લૂટૂથ કનેક્ટિવિટી ધરાવે છે તે આ બગ ને લીધે પ્રભાવિત થયા છે. ડેમેજ માટે એવું કહેવામાં આવ્યું છે કે, તે ચીપસેટ સાથે ડિવાઇસના ટાઇમ પર પણ આધારિત રહેશે એટલે કે ડેમેજ કેવું કેટલી હદ સુધી થશે તેનો અંદાજ લગાવી શકાય નહિ.

જ્યારે ક્રાફ્ટ પેકેજ મોકલવામાં આવે છે ત્યારે તે ક્રેશ થઈ જાય છે જેને સિમ્પલ રિસ્ટાર્ટ થી ઠીક કરી શકાય છે. આ વસ્તુ નો ફાયદો હેકર્સ મેલેશિયસ કોડને રિમોટલી રન કરવા માટે ઉઠાવી શકે છે. તેનાથી ડિવાઈસમાં મેલવેર ને રિમોટલી ઇન્સ્ટોલ કરી શકાય છે. તેનાથી બચવા માટે વિન્ડોઝ ૧૦ અને એન્ડ્રોઇડ ડિવાઇસ ના લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવાની જરૂર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *