બોલિવૂડની આ 10 મુવી જીવનમાં એકવાર અવશ્ય જોવી જોઈએ

છેલ્લા થોડા વર્ષો માં બૉલીવુડમાં અલગ અલગ પ્રકારની બાયોપિક્સ રીલીઝ થઈ હતી. પણ આજે અમે તમને અમુક ખાસ ટૉપિક પર બનેલ ફિલમનું એક લિસ્ટ જણાવી રહ્યા છે. આ એવી ફિલ્મો છે જેણે લોકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદી :

હાલમાં આપણાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત બાયોપિક 2019 માં આવી હતી. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય મુખ ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં મનોજ જોશી, બરખા બીષ્ટ, જરીના વહાબ અને બોમન ઈરાની પણ હતા.

મણિકર્ણિકા :

ભારતના સ્વતંત્રતા સંગ્રામ સેનાની પહેલી દીપશીખા મહારાણી લક્ષ્મીબાઈની વીરતા વિષે તો તમે ઘણુંબધું સાંભળ્યું હશે. તેમની આ ફિલ્મમાં મણિકર્ણિકાનું પાત્ર કંગના રણોતએ નિભાવ્યું હતું આ સાથે તેમની સાથે ફિલ્મમાં અંકિતા લોખંડે પણ હતી. આ કહાની વિજેન્દ્ર પ્રસાદ દ્વારા લખી હતી. તેમણે બાહુબલી અને બજરંગી ભાઈજાન જેવી ફિલ્મો પણ લખી હતી.

થલાઇવી :

2021 માં આવેલ આ ફિલ્મમાં પણ કંગનાએ પોતાનો સુંદર અભિનને બતાવ્યો હતો. આ ફિલ્મમાં રાજનીતિમાં આવતા પહેલા જયલલિતા એ ફિલ્મમાં ખૂબ એક્ટિંગ કરી હતી. તેમના પર્સનલ જીવન માટે અને તેમના જીવન સાથે જોડાયેલ કેટલાક કિસ્સા પણ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યા હતા.

સુપર 30 :

2019માં આવેલ આ ફિલ્મ એ બિહારના લોકપ્રિય શિક્ષક આનંદ કુમાર પર બનાવવામાં આવેલ હતી. આ ફિલ્મમાં મુખ્ય રોલમાં અભિનેતા ઋત્વિક રોશન હતો. ફિલ્મમાં સાથે મૃણાલ ઠાકોર પણ હતી આ પહેલા આ અભિનેત્રી ટીવી સિરિયલમાં કામ કરતી હતી. આ ફિલ્મનું નિર્માણ વિકાસ બહલે કર્યું હતું.

ભાગ મિલ્ખા ભાગ :

2013માં આવેલ આ ફિલ્મ એક સ્પોર્ટ્સ પર્સનની બાયોપિક છે. તે આપણાં દેશના ફ્લાઇંગ શીખ મહાન એવા મિલ્ખા સિંહના જીવન પર આધારિત હતી. રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં ફરહાન અખ્તર મિલ્ખા સિંહની મુખ્ય ભૂમિકામાં છે.

એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી :

2016માં આવેલ આ ફિલ્મ પણ એક સ્પોર્ટસપર્સન બાયોપિક હતી. આ ફિલ્મમાં ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત છે. નીરજ પાંડેના નિર્દેશકમાં બની આ ફિલ્મમાં ધોનીનું પાત્ર દિવગંત અભિનેતા સુશાંત સિંહએ નિભાવ્યું હતું. ફિલ્મમાં સાથે કિયારા, ભૂમિકા ચાવલા, દિશા પટણી અને અનુપમ ખેર પણ હતા.

મેરી કોમ :

2014 માં આવેલ આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ કામ કર્યું હતું. મેરી કોમ ફિલ્મથી પૂર્વ ભારતીય મુક્કાબાજ ખેલાડી મેરી કોમના જીવન વિષે દર્શાવે છે.

દંગલ :

2016માં આવેલ દંગલ ફિલ્મ એ પણ એક સ્પોર્ટ્સ બાયોપિક હતી જેમાં ફોગાટ બહેનોનું જીવન બતાવ્યું હતી. તેમની આ ફિલ્મમાં આમિર ખાન એ ફોગાટ બહેનોના પિતા તરીકે જોવા મળે છે. તેઓ તેમની દીકરીને કેવીરીતે ગોલ્ડ મેડલ લાવવું એ શીખવે છે.

સરબજિત :

આ કહાનીમાં પાકિસ્તાનની જેલમાં મૃત્યુની સજા ભોગવી રહેલ એક ભારતીય કેદીના જીવન પર આધારિત છે. ફિલ્મમાં રણદીપ હુડા એ સરબજિતના મુખ્ય કિરદારમાં હતો. આ સાથે એશ્વર્યા રાઈ એ સરબજિતની બહેનનું પાત્ર ભજવ્યું હતું.

સરદાર ઉધમ સિંહ :

આ બાયોપિક એ એક ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની ચે. તેમણે 1940 માં પંજાબના પૂર્વ લેફટીનેન્ટ ગવર્નર માઇકલ ઓ’ડાયરની હત્યા કરી દીધી હતી. હત્યા 1919ના જલિયાવાલા નરસંહારનો બદલો લેવા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અભિનેતા વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકામાં હતા.

Leave a Reply

Your email address will not be published.