બૉલીવુડની એવી 10 ફ્લોપ ફિલ્મો જેને જીવનમાં એકવાર તો જરૂર જોવી જોઈએ, જાણો તે ફિલ્મ

આજે અમે તમારી માટે બૉલીવુડની એવી ફિલ્મોનું લિસ્ટ કે જેમાં છે સિમ્પલ લવ સ્ટોરી તો ઘણામાં છે અલગ ટ્વીસ્ટ. પણ તમને જણાવી દઈએ કે આ ફિલ્મો ઘણા લોકોને પસંદ આવી નથી પણ તેમ છતાં વ્યક્તિએ જીવનમાં એકવાર તો આ ફિલ્મો જોવી જ જોઈએ. ચાલો ફટાફટ જાણી લઈએ આ ફિલ્મો વિષે.

1. સિટી લાઇટ્સ : રાજકુમાર રાવ અને પત્રલેખા આ ફિલ્મમાં મુખ્ય કિરદારમાં છે. આ કપલ હવે રિયલ લાઈફમાં પણ પતિ પત્ની છે. આ ફિલ્મને હંસલ મેહતાએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં એક સામાન્ય કપલના સામાન્ય જીવનના અનેક સંઘર્ષ વિષે જણાવ્યું છે. આ મૂવી ઘણા લોકોને પસંદ આવી હતી પણ ઘણાને આ ફિલ્મ બોરિંગ લાગી હતી.

2. નો સ્મોકીંગ : આ ફિલ્મમાં એક K નામના યુવક વિષે છે જે સીગરેટ છોડવા માટે એક Rehabilitation Center પર જાય છે અને ફસાઈ જાય છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ પણ છે. આ ફિલ્મ ઘણાને નહોતી ગમી તો ઘણા લોકોને ગમી હતી.

3. ધોબી ઘાટ : આ ફિલ્મ રીલીઝ થઈ પછી ઘણો વિવાદ થયો હતો. ઘણાને આ ફિલ્મઈ સ્ટોરી પાછળ કોઈ સેન્સ જેવુ લાગ્યું હતું નહીં તો ઘણાને આ ફિલ્મ ખૂબ ગમી હતી તો તમે પણ એકવર જુઓ અને જાણો.

4. તમાશા : રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની આ ફિલ્મની લાગણી લોકોને સમજાઈ હતી નહીં. આ ફિલ્મે ઘણા લોકોની આંખમાં આંસુ લાવી દીધા હતા જ્યારે ઘણાને આ ફિલ્મ એટલી બધી ગમી હતી નહીં. જો તમે કાઈક અલગ વિચાર ધરાવો છો અને કાઈક અલગ જોવાનું વિચારો છો તો આ ફિલ્મ જોવી જ જોઈએ.

5. તલાશ : આ થ્રીલર ફિલ્મમાં આમિર ખાન અને કરીના કપૂરે ખૂબ સુંદર પાત્ર ભજવ્યું હતું. ફિલ્મનો અંત ખરેખર જોવા લાયક છે તમે વિચાર્યું પણ નહીં હોય એવો અંત છે. ઘણાને આ ફિલ્મ બકવાસ લાગી હતી, પણ એકવાર તો જોવી જ જોઈએ.

6. લુંટેરા : જણાવતા બહુ દુખ થાય છે પણ આ ફિલ્મ જેટલી સુંદર છે એટલો લોકોનો સુંદર રિસ્પોન્સ મળતો નથી. ફિલ્મમાં રણવીર સિંહ અને સોનાક્ષી સિંહા છે. આ ફિલ્મ એક કવિતાની જેમ વહે છે. તેમાં આ કપલ ખૂબ સુંદર દેખાય છે. બોક્સ ઓફિસ પર ભલે આ ફિલ્મ બહુ ચાલી ના હોય પણ ઘણા લોકોને આ ફિલ્મ ખૂબ ગમી હતી.

7. ગુજારીશ : સંજય લીલા ભણસાલીની અમુક ફિલ્મ બધા માટે નથી હોતી. તેમની ફિલ્મો ગ્રેડ સેટ અને લાર્જર ધેન લાઈફ વસ્તુઓ દેખાડવામાં આવી હોય છે. આ ફિલ્મમાં ઋત્વિક રોશન અને એશ્વર્યા ખૂબ સારો રોલ નિભાવતા દેખાઈ રહ્યા છે. આ ફિલ્મ થોડી સ્લો છે પણ ઘણા લોકોને આ ફિલ્મ ખૂબ ગમી હતી. તમે પણ એકવાર જરૂર જુઓ.

7. ગુજારીશ : સંજય લીલા ભણસાલીની અમુક ફિલ્મ બધા માટે નથી હોતી. તેમની ફિલ્મો ગ્રેડ સેટ અને લાર્જર ધેન લાઈફ વસ્તુઓ દેખાડવામાં આવી હોય છે. આ ફિલ્મમાં ઋત્વિક રોશન અને એશ્વર્યા ખૂબ સારો રોલ નિભાવતા દેખાઈ રહ્યા છે. આ ફિલ્મ થોડી સ્લો છે પણ ઘણા લોકોને આ ફિલ્મ ખૂબ ગમી હતી. તમે પણ એકવાર જરૂર જુઓ.

8. 7 ખૂન માફ : પ્રિયંકા ચોપરાએ નિભાવેલ અલગ અલગ રોલને આ એક ખૂબ સુંદર ફિલ્મ બનાવે છે. આ ફિલ્મમાં તેના જીવનમાં આવેલ અલગ અલગ યુવકો અને વ્યક્તિઓ વિષે છે. આ ફિલ્મ ભલે તમને બોરિંગ લાગતી હોય પણ એકવાર તો જોવી જ જોઈએ.

9. જિંદગી ના મિલેગી દોબારા : ઘણાએ આ ફિલ્મને સ્પેનના પ્રવાસને પ્રમોટ કરવા માટેની ફિલ્મ પણ કહી હતી તો ઘણાએ કહ્યું હતું કે આ ફિલ્મ ફક્ત અમીર લોકો માટે જ સારી છે. જો કે ઘણા લોકોને આ ફિલ્મ ગમી હતી એકવાર જરૂર જોવા જેવી.

10. રોકસ્ટાર : રણબીર કપૂરની આ ફિલ્મને લોકો તરફથી અલગ જ રીએક્શન મળ્યા હતા. આ ફિલ્મ રીલીઝ થયા પછી ફ્લોપ કહી દેવાઈ હતી પણ રણબીરએ આ ફિલ્મમાં ખૂબ સુંદર કામ કર્યું છે. ઘણાને આ ફિલ્મમાં સ્ટોરીની કમી લાગી હતી. પણ રણબીરએ ખૂબ સારો અભિનય કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.