બસ ડ્રાઇવર ગુટકા થુંકતા સમયે ગુમાવ્યું પોતાનું કંટ્રોલ, 45 મુસાફરો ની બસ માં 4 ના મોત અને 5 ઘાયલ

અત્યારે મોટાભાગના લોકો ગુટકા ખાઈ ને પોતાનું કામ કરતા હોય છે. રાજસ્થાનના કોટામાં ખૂબ જ ભયજનક પરિસ્થિતિ જોવા મળી છે. જ્યાં રોડ ઉપર ખૂબ જ મોટો એક્સિડન્ટ સર્જાયો હતો જેમાં ચાર યાત્રિકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજયા હતા. આ બસ અમદાવાદ થી કાનપુર જઈ રહી હતી જેમાં 45 મુસાફરો બેસેલા હતા. જ્યાં ગુટકા થુકવાના પ્રયાસ દરમિયાન પોતાનું કાબુ ગુમાવ્યો હતો અને ખૂબ જ મોટો અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં મધ્યપ્રદેશનો એક અને ઉત્તર પ્રદેશના બે યાત્રિકોનું તાત્કાલિક ધોરણે મોત થઈ ગયું હતું પરંતુ હજુ સુધી એક યુવાનની ઓળખ કરવામાં આવી નથી. આ દુર્ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ડ્રાઇવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માત બાદ તાત્કાલિક ધોરણે પોલીસ ત્યાં આવી ને ઘટના સ્થળ ઉપર યાત્રિકોની બસમાંથી બહાર કાઢ્યા હતા અને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં જે લોકોના મોત નિપજ્યા છે તે બંને ડ્રાઇવર હતા અને રાતે તેમને બસ ચલાવવાની હતી તેના કારણે તે ઊંઘેલા હતા અને તેમનું મોત નિપજ્યું હતું.

સ્થાનિક લોકો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે ત્રણ વાગ્યે તેનું બેલેન્સ પડવાના કારણે બસ ડ્રાઈવરે ખૂબ જ મોટું ટક્કર મારી દીધી હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા અને પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

ત્યારબાદ ચાર લોકોની યાદી બહાર પાડવામાં આવી છે

વિરેન્દ્ર રહેવાસી ઉત્તર પ્રદેશ
નારાયણ સિહ રહેવાસી મધ્ય પ્રદેશ
જીતેન્દ્રસિંહ રહેવાસી ઉત્તર પ્રદેશ
એક અજ્ઞાત વ્યક્તિ

Leave a Reply

Your email address will not be published.