રાજકોટની આ ગંભીર ઘટના થઇ સીસીટીવીમાં કેદ, જીવલેણ હુમલા માટે કરાયો હતો પ્રયાસ…

રંગીલુ રાજકોટ રંગીલું શહેર છે પરંતુ તેમાં અવારનવાર ગુનાખોરીના કેસ ચાલતા રહે છે. હાલમાં માધાપર ગામે એક સશસ્ત્ર મારામારીનો કેસ સામે આવ્યો છે, આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ગાંધીગ્રામ પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે અને આરોપીઓને પકડવા માટે પ્રયાસ શરૂ થઈ ગયા છે.

રાજકોટના માધાપર ગામે ભાવિક સિંહ ડોડીયા અને ભગીરથ સિંહ ડોડીયા તેનું કામ પૂર્ણ કરીને ઘરે આવતા હતા ત્યારે સામેથી એક સુપર સ્પીડ આવતો ટ્રક જોઈને તેમણે ટ્રક ચાલકને ધીમો ચમકાવવા માટે કહ્યું હતું. આ બાબતે ચર્ચા થતા ટ્રકચાલકે અન્ય શખ્સ ને ફોન કર્યા અને તે સ્થળે બોલાવ્યા. જોકે આ વાતનું સમાધાન ત્યારે જ થઈ ગયું હતું.

પરંતુ રાત્રે જ્યારે ભાવિક સિંહ ડોડીયા અને ભગીરથ સિંહ ડોડીયા માધાપર મેઇન રોડ પર આવેલ ઈશ્વરયા પાનની દુકાને બેઠા હતા ત્યારે ટ્રકનો માલિક સંજય ભાઈ વીરડા બ્રેઝા કાર, લાલો મિયાત્રા સ્કોર્પિયો કાર, સંજયભાઈ નો ભાઈ ક્રેટા કાર લઈને આવ્યા હતા. તેની સાથે તે નિલેશ આહિર અને બીજા ઘણા લોકોને પણ લાવ્યા હતા આ સમયે સંજય વીરડા એ તેને કહ્યું કે મારો ટ્રક આમ જ ચાલશે. ત્યારબાદ તેને ગાળાગાળી શરૂ કરી દીધી.

ભાવિક સિંહ ડોડીયા એ તેમને ગાળો બોલવાની ના પાડી પરંતુ તેનાથી વધારે ઉશ્કેરાઇને તેની પાસે રહેલ લોખંડના પાઇપ વડે વાર કર્યો. સંજયના ભાઈ એ પણ તેની પાસે રહેલ લાકડી વડે માર માર્યો તેમજ તેની સાથે આવેલા અજાણ્યા લોકો પણ તૂટી પડ્યા. જ્યારે ભાવિકભાઈ ના માસીના દીકરા ભગીરથ સિંહ ડોડીયા છોડાવવા માટે વચ્ચે પડ્યા તો તેને પણ નિલેશ આહિર એ માથામાં લોખંડનો પાઈપ મારીને જીવલેણ હુમલો કર્યો.

આ લોકોએ આજ પછી તેનો ટ્રક રોક્યો તો તમારી નાખશે એવી ધમકી પણ આપી હતી ત્યારબાદ તેઓ ભાગી ગયા. ભાવિક સિંહ ડોડીયા અને ભગીરથ સિંહ ડોડીયા ઇજાગ્રસ્ત હોવાથી તેણે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા. ગાંધીગ્રામ પોલીસે તેમની સામે કલમ ૩૨૩, ૩૦૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને હાથ હથિયાર ધારા અધિનિયમ ની કલમ અને જી પી એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધ્યો. હાલમાં આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *