ચક્રવાતનો આ વીડિયો વિરમગામના કાંકરાવાડી ગામનો, સોશિયલ મીડિયામાં પાટડીના નામે ફરતો થયો

પાટડીના જોડે આવેલ એક ગામમાં ચક્રવાત નો વિડીયો કેસ કરવામાં આવ્યો છે. ખૂબ જ ગંભીર તોફાન જોવા મળ્યું હતું જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પવનના સુસવાટા અને આકાશ ચક્રવાતના કારણે વાતાવરણ ખુબ જ ગંભીર બન્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટલાક લોકો દ્વારા આ વિડીયો સુરેન્દ્રનગરના પાટડીનો કરીને સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હકીકતમાં આ વિડીયો વિરમગામ નજીક આવેલા કાકર વાડી ગામમાંથી ઉતારવામાં આવે છે.

તપાસ દરમિયાન આ વિડીયો કાકરવાડી નો હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત એ છે કે ગામજનોને આ વિશે કોઈ પણ નુકસાન પહોંચ્યું નથી. પરંતુ હળવદમાં ભારે પવનના કારણે તબેલે માં નુકસાન થતાં 5 ભેસો દટાઈ હોવાની વાત સામે આવી છે. તેમજ ગામ માં વેર હાઉસ ના પતરા ઉડયા હતા.

સુરેન્દ્રનગરના જિલ્લામાં આ ઘટના થતા સ્થાનિક લોકો ખૂબ જ ડરી ગયા હતા. મોડી રાતે અચાનક જ વાવાઝોડાના કારણે શેડ માં નુકસાન થતાં ભેંસો દટાઈ ગઈ હતી. જાનવરોને નાની-મોટી ઇજા પહોંચી હતી જોકે તાત્કાલિક ધોરણે તેમને દવા આપવામાં આવી હતી.

હળવદમાં અચાનક જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો અને જેના કારણે ગરમીમાં ખૂબ જ વધારો થયો હતો. ત્યારબાદ અચાનક જ વરસાદ પડવા આવ્યો હતો. પૂરતા પ્રમાણમાં તો વરસાદ જોવા મળ્યો ન હતો પરંતુ વધુ પવનના કારણે ખૂબ જ આફત આવી હતી.

સમગ્ર વાતની જાણ સ્થાનિક લોકોને તાત્કાલિક ધોરણે તે ત્યાં દોડી આવ્યા હતા. ભયાનક વાવાઝોડાના કારણે ભારે નુકસાન થતાં બચી ગયું હતું અને કોઈ જીવ ને નુકસાન પહોંચ્યુ હોય તેવું અત્યાર સુધી સામે આવ્યું નથી અને અત્યારે ચોક્કસ રીતે તપાસ ચાલુ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક ધોરણે આ ગામમાં રેવન્યુ તલાટી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.