છોકરીએ પકડી લગ્નની એવી જીદ, છોકરો કંટાળીને પહોંચી ગયો પોલીસ સ્ટેશન

મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના એક ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા નવલેશ કુશવાહાને એક યુવતી સાથે મિત્રતા હતી.બે વર્ષ પહેલા તે યુવતી નવલેશના પ્રેમમાં પડી હતી અને તેણે પોતાના દિલની વાત કહી હતી. પરંતુ છોકરાએ તેના પ્રેમનો સ્વીકાર ન કર્યો, જેના પછી આ છોકરીની જીદ શરૂ થઈ.

આ યુવતીએ જીદ કરીને ખાવા-પીવાનું છોડી દીધું હતું અને તેના પરિવારજનોને તેના પ્રેમ વિશે જણાવ્યું હતું. પરિવારજનોએ યુવતીને સમજાવવાને બદલે નવલેશ પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. છોકરીનું દિલ તૂટવાથી નારાજ પરિવારજનોએ દીકરીની જીદ પુરી કરવા પંચાયતનો સહારો લીધો હતો.

ભરેલી પંચાયતમાં યુવતીએ જાહેરાત કર્યું હતું કે તે લગ્ન કરશે તો નવલેશ સાથે જ લગ્ન કરશે, ભલે તે તેના લગ્નના દિવસે મૃત્યુ પામે. ચારે બાજુથી છોકરા પર લગ્નનું દબાણ કરવામાં આવી રહ્યું હતું પરંતુ આ સાંભળીને છોકરો ડરી ગયો અને તેણે પોલીસની મદદ લેવાનું સારું માન્યું. યુવકે બળજબરીથી લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ પોલીસમાં કરી છે.

આખા ગામમાં યુવતીની દબંગાઈની ચર્ચાઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, છોકરાએ પોલીસને જણાવ્યું છે કે છોકરીના પરિવાર તેને લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. નવલેશે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે. પરંતુ પોલીસનું કહેવું છે કે પુખ્ત છોકરો અને છોકરી બંને સાથે વાત કરીને આ મામલો ઉકેલવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.