ચોમાસાને લઈને હવામાન વિભાગે કરી ખૂબ જ મોટી આગાહી, ગુજરાતમાં આ તારીખે ભારે પવન સાથે જોવા મળશે વરસાદ

ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ગરમી વધી રહી છે. અને લોકોને ખૂબ જ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે 8 જૂન ના દિવસે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના નેશનલ અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો જેમ કે વલસાડ દમણ અને નવસારીમાં ખેતીલાયક યોગ્ય વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના અમરેલી તેમજ ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતનો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું છે. અમદાવાદની ગરમી ૪૨.૬ ડિગ્રી સુધી પહોંચી ગઈ છે. જ્યારે ગાંધીનગરમાં ૪૨.૪ ડિગ્રી તેમજ કંડલામાં ૪૨.૨ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. તેમજ અમરેલીમાં 41.5 તાપમાન જોવા મળ્યું છે.

હવામાન વિભાગના મત મુજબ ભારે પવન સાથે બે દિવસમાં વરસાદ જોવા મળી શકે છે જેથી ગુજરાતવાસીઓ ને ગરમીથી રાહત મળશે. તેમજ બે દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેવાના કારણે વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ પવન જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.