છૂટાછેડા પછી કોર્ટ રૂમની બહાર આ હાલતમાં દેખાયા હતા બૉલીવુડ સ્ટાર્સ, હાલત જોઈને વિશ્વાસ નહીં થાય

શુક્રવારે અભિનેતા સોહેલ ખાન અને ફેશન ડિઝાઇનર સીમા ખાનએ તલાક લેવા માટે બાંદ્રા ફેમિલી કોર્ટમાં તલાક માટે અરજી કરી હતી. બંનેએ પોતાના 24 વર્ષ જૂના લગ્નને પૂરા કરી રહ્યા છે. બંનેને તલાકની અરજી પછી કોર્ટ રૂમની બહાર જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે સીમા અને સોહેલ પહેલા પણ બૉલીવુડમાં તલાક થયા હતા જે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. અને આ દરમિયાન કોર્ટ રૂમથી બહાર આવતા સેલિબ્રિટીઓ ઉદાસ અને હતાશ પણ દેખાયા હતા. ચાલો તમને જણાવી સીમા અને સોહેલ સહિત બીજા કલાકારો વિષે.

સોહેલ ખાન અને સીમા ખાન :

કોર્ટ જતાં જતાં સીમા અને સોહેલ મીડિયાના કેમેરામાં કેદ થયા હતા. પછી જ્યારે તેઓ તલાકની અરજી કરી બહાર આવે છે ત્યારે પણ કેમેરામાં તેઓ ઝડપાઇ જાય છે. આ દરમિયાન બંનેના મોઢા પર નિરાશ દેખાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે આ બંનેએ પોતાના 24 વર્ષના લગન જીવનનો અંત કર્યો છે. અર્શ 1998માં આ કપલના લગ્ન થયા હતા બંનેને બે દીકરા છે જો કે હવે આ કપલ અલગ થઈ ગયું છે.

અરબાઝ ખાન અને મલાઇકા અરોરા :

અરબાઝ અને મલાઇકાના તલાકને 5 વર્ષ થઈ ગયા છે. બંનેએ 2017ના મે મહિનામાં જ તલાક લીધા હતા. બંને ત્યારે પણ એકસાથે કોર્ટ રૂમની બહાર જોવા મળ્યા હતા. આ બંનેના ચહેરા પણ નિરાશ દેખાઈ રહી હતી પણ મલાઇકાએ આ દરમિયાન ચશ્મા પહેરેલા હતા. તમને જાણીને નવાઈ લાગશે પણ મલાઇકા અને અરબાઝએ એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યું હતી અને પછી 1998માં મુસ્લિમ અને ક્રિશ્ચન એમ બંને રીત રિવાજથી તેમના લગ્ન થયા હતા. વર્ષ 2002 માં તેઓ એક દીકરાના માતા પિતા બને હતા.

કરિશ્મા અને સંજય કપૂર :

બૉલીવુડની ખૂબ સુંદર અને અદ્ભુત અભિનેત્રી એવી કરિશ્મા કપૂરએ અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટી જવા પછી વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કાર્ય હતા. બંનેના બે સંતાન પણ છે દીકરી સમાઈરા અને કિયાન. તેમનું પર્સનલ જીવન ખૂબ ઉથલપાથલ વાળું રહ્યું હતું. કરિશ્મા ઘણા લાંબા સમયથી એકલી રહેતી હતી. આ પછી વર્ષ 2016માં તેઓ અલગ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે લગ્નના 13 વર્ષ પછી આ બંને અલગ થઈ ગયા હતા. હવે કરિશ્મા પોતાના બંને બાળકો સાથે રહે છે.

ઋત્વિક રોશન અને સુઝેન ખાન :

હિન્દી સિનેમાના ‘ગ્રીક ગોડ’ કહેવાતા એવા સુપર સ્ટાર ઋત્વિક રોશનને પણ તલાક લીધેલા છે. વર્ષ 2014માં તેમણે અભિનેતા સંજય ખાનની દીકરી સુઝેન ખાનને સાથે છૂટાછેડા લઈ લીધા હતા. તેઓ પણ છૂટાછેડા પછી કોર્ટ રૂમ બહાર દેખાયા હતા ત્યારે તેઓ બહુ ઉદાસ અને હેરાન દેખાઈ રહ્યા હતા. વર્ષ 2000 માં તેમના લગ્ન થયા હતા. તેમના બે દીકરા પણ છે. જો કે તેમના તલાક પચી પણ તે બંને સાથે તો નહીં પણ મિત્રની જેમ રહે છે.

Leave a Reply

Your email address will not be published.