સીએમ યોગી આદિત્યનાથ પંચુર ગામમાં માતાને મળતાની સાથે જ પૂછ્યું – તમે મને ઓળખો છો?

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંગળવારના દિવસે એટલે કે ત્રણ મે ના રોજ ઉત્તરાખંડમાં પોતાના ગામમાં પોતાની માતા ની મુલાકાત કરવા માટે ગયા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે તે પોતાની માતા સાથે ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે. તેમની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ મુલાકાતમાં સીએમ યોગી તેમની માતાને કહે છે કે ઓળખો છો કે નહીં? ત્યારે તેમની માતા જવાબ આપે છે હા ઓળખું છું.

યોગી આદિત્યનાથ ઉત્તરાખંડના પોડી જિલ્લામાં આવેલ પંચર ગામમાં પોતાની માતાને મળવા માટે જાય છે. કોરોના મહામારી દરમિયાન તેમના પિતાનું અવસાન થઈ જાય છે. પ્રોટોકોલ મુજબ સીએમ યોગી તેમના પિતાના અંતિમ સંસ્કારમાં પણ જઈ શક્યા ન હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર યોગી આદિત્યનાથ બહુ સમય બાદ પોતાના પરિવાર માટે સમય કાઢ્યો હતો. સીએમ યોગી સૌથી વધુ સમય પોતાના રાજ્યના હિત અને ભલું કરવામાં પસાર કરતા હોય છે.

યોગી આદિત્યનાથ પોતાના પ્રથમ દિવસે એક સ્કૂલમાં ગયા હતા તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ત્યાથી લીધું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યોગી આદિત્યનાથ ની માતા અને તેમની બહેન ચૂંટણી જીત્યા બાદ તેમને મળવાની ઇચ્છા બતાવી હતી પરંતુ યોગી આદિત્યનાથ ત્યારબાદ ખૂબ જ વ્યસ્ત થઈ ગયા હતા.યોગી આદિત્યનાથે ખૂબ જ ઓછી ઉંમરમાં પોતાનું ઘર છોડી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published.