CM યોગીના વિમાન સાથે પક્ષી ટકરાયું, વારાણસીમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

ઉત્તર પ્રદેશના વારાણસીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને તાત્કાલિક ધોરણે હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી છે. હેલિકોપ્ટર સાથે પક્ષી ટકરાવાના કારણે સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ધોરણે તૈનાત થઈ ગયા હતા. અત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પૂરી રીતે સુરક્ષિત છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર યોગી આદિત્યનાથ લખનવ જવા માટે રવાના થઇ રહ્યા હતા. ગુરુપૂર્ણિમાના દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી જેના કારણે તે વારાણસી પહોંચ્યા હતા. તેમજ ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ જ મોટા પ્રમાણમાં આયોજન થઈ રહ્યું હતું તે ચેક કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા.

આજે રવિવારના દિવસે વારાણસી તે લખનૌ જઈ રહેલ હેલિકોપ્ટરને તાત્કાલિક ધોરણે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું કારણકે આ હેલિકોપ્ટર સાથે એક પક્ષી ટકરાયું હતું. જેથી કરીને સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ધોરણે હેલિકોપ્ટર લેન્ડિંગ કરવાનો નિર્ણય કરી લીધો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન યોગ્ય આદિત્યનાથ વારાણસીના સર્કિટ હાઉસમાં રોકાયા હતા. ત્યારબાદ જોગી આદિત્યનાથ વિમાન દ્વારા હવે લખનઉ જવા રવાના થશે. લખનૌમાં આયોજીત અનેક કાર્યક્રમોમાં યોગી આદિત્યનાથ પોતાની હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published.