કંપનીએ બતાવી દરિયાદીલી, 100 કર્મચારીઓને મારુતિ કાર આપી ગિફ્ટમાં

એક સોફ્ટવેરે હાલમાં જ તેના પાંચ વિશ્વાસુ કર્મચારીઓને બીએમડબલ્યુ અને 1 કરોડ રૂપિયાની ભેટ આપીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. તો ચેન્નાઈની અન્ય એક IT ફર્મે તેના 100 કર્મચારીઓને 100 મારુતિ કાર ગિફ્ટ કરી છે.

કંપની Ideas2IT એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની છેલ્લા 10 વર્ષથી કંપનીનો ભાગ બનેલા 100 કર્મચારીઓને 100 કાર ગિફ્ટ કરી રહી છે. કંપનીના 500 કર્મચારીઓના ગ્રુપમાં ઘણા હોનહાર સભ્યો છે.

એક સમાચાર અનુસાર, કંપનીના અધ્યક્ષ અને સીઈઓ મુરલી વિવેકાનંદને મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘અમે કાર ગિફ્ટ નથી કરી રહ્યા, આ એ કર્મચારીઓએ છે જેમને પોતાની મહેનતથી આ કાર મેળવી છે.’ તેમણે કહ્યું કે કર્મચારીઓએ દેશને તે સ્થિતિમાં વિકસાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે.

વિવેકાનંદને કહ્યું, ‘અમે થોડા વર્ષો પહેલા કર્મચારીઓને વચન આપ્યું હતું કે અમે અમારા પૈસા અને પ્રોફિટ તેમની સાથે વહેંચીશું. જેમાં કાર ગિફ્ટ કરવી એ પહેલું પગલું છે. અમે આવનારા સમયમાં આવી વધુ પહેલ કરીશું.

કંપનીએ ગિફ્ટ આપ્યા બાદ કર્મચારીઓ પણ ખુશ છે. એક કર્મચારી સાથે વાત કરતા પ્રશાંતે કહ્યું, ‘અમને અગાઉ પણ iPhone અને સોનાના સિક્કા જેવી ભેટ મળી છે. કાર ખરેખર એક ઉમદા ભેટ છે અને આ માટે અમે અમારા મેનેજમેન્ટનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

Leave a Reply

Your email address will not be published.