કોંગ્રેસે મારો 10 વર્ષનો રેકોર્ડ બગાડી દીધો, આ વ્યક્તિએ હાથ જોડ્યા કોંગ્રેસને.

પ્રશાંત કિશોર કે જેણે કોંગ્રેસને ફરીથી રાજ્યમાં બેઠી કરવા માટેની અનેક યોજનાઓ તૈયાર કરી હતી તેમણે જ હવે પોતાના પક્ષ વિરુધ્ધ નિવેદન આપ્યું છે. વૈશાલીમાં કાઢવામાં આવેલ એક યાત્રા દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું છે કે કોંગ્રેસે મારો ટ્રેક રેકોર્ડ ખરાબ કરી દીધો છે.

હવે મારે ક્યારેય પણ જીવનમાં કોંગ્રેસ સાથે કામ કરીશ નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ એક એવી પાર્ટી છે જએ પોતે ક્યારેય સુધરી શકશે નહીં. કોંગ્રેસ પોતે તો ડૂબી રહી છે અને મને પણ ડૂબાડશે.

પ્રશાંત એ વર્ષ 2011 થી 2021 દરમિયાન કોંગ્રેસ સાથે હતા આ દરમિયાન તેમણે 11 વાર ચુંટણીમાં જોડાયા અને તેમણે ચુંટણી લડી પણ હતી. આ સમય દરમિયાન તેઓ ફક્ત 1 જ વાર હાર્યા હતા. તેમણે વધુ કહ્યું હતું કે મને કોંગ્રેસ માટે ખૂબ માન છે પણ હવે હું તેમની સાથે ક્યારેય કામ કરીશ નહીં.

એકવાર તેમણે કહ્યું હતું કે તેઓ 2015માં બિહારમાં ચુંટણી લડ્યા હતા અને તેમાં તેમને જીત મળી હતી. આ પછી 2017માં તેઓ પંજાબમાં ચુંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. 2019માં પણ તેઓ આંધ્રમાં જીત્યા હતા. 2021માં તેઓ તમિલનાડુ અને બંગાળ જીત્યા હતા. આ સમયગાળા દરમિયાન ફક્ત એકજ વાર તેઓ હાર્યા હતા.

હવે તમને પ્રશાંત કિશોર વિષે થોડી માહિતી જણાવી દઈએ તેઓનો જન્મ 1977માં બક્સર જિલ્લામાં થયો હતો. તેમની માતા બલિયા જિલ્લાના છે અને પિતા બિહાર સરકારમાં ડૉક્ટર છે. પ્રશાંતની પત્નીનું નામ જાહ્નવી છે અને તેઓ ડૉક્ટર છે. તેમને એક દીકરો પણ છે.

Leave a Reply

Your email address will not be published.