કોરોના બાદ હવે દુનિયાભરમાં આંતક મચાવી રહ્યો છે મંકીપોક્સ રોગ, સરકાર દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય

સમગ્ર દુનિયાભરમાં મંકીપોક્સ નામનો કેસ ખૂબ જ વધી રહ્યા છે. યુરોપના દેશોમાં આ કેસ ખૂબ જ વધી રહ્યા છે જેને વિશ્વ રેકોર્ડ થઈ શકે તેટલા કેસો જોવા મળી રહ્યા છે. યુરોપના દેશોમાં અત્યાર સુધી 100 થી વધુ દર્દી મળી આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ રોગ માટે બેઠક કરવામાં આવી રહી છે જેમાં વિશે ખૂબ જ ઉચ્ચ કક્ષાની મિટિંગમાં આ રોગ વિશે વિગત ચર્ચા કરવામાં આવશે તેમ જ આ અંગે લોકોને જાગૃત કરવા માટે કેટલાંક પગલાં લેવામાં આવશે.


બીજા દેશોમાં આ કેસ ખૂબ જ વધી રહ્યા છે. ભારત સરકાર દ્વારા હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તેમજ બંદરો અને જમીન સરહદ ઉપર દેખરેખ ચાલુ કરી દેવામાં આવી છે જો પ્રવાસી માં આ લક્ષણો દેખાશે તો તેના ઉપર તાત્કાલિક ધોરણે સારવાર માટે મોકલવામાં આવશે.

યુરોપના 9 દેશોમાં અત્યારે ખૂબ જ વધુ પ્રમાણમાં કેસ જોવા મળી રહ્યા છે જેમકે બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની ઇટલી ,નેધરલેન્ડ, પોર્ટુગલ,, અને યુકે સિવાય અમેરિકા ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ કેસો વધતા સરકારને ખૂબ જ ચિંતા વધી રહી છે તેમ જ નિષ્ણાંતોનું માનવું છે કે આ રોગ હવે મારી બની શકે છે. પરંતુ કોરોના જેટલી ઝડપથી આ રોગ ફેલાતો નથી એટલે થોડી રાહત મળી રહી છે.

આ રોગની શરૂઆત સૌ પ્રથમ તાવ આવવાથી થાય છે સૌપ્રથમ દર્દીને ગંભીર રીતે માથામાં દુખાવો થતો હોય છે. શરીરના અન્ય સ્નાયુઓ ખેંચવા લાગતા હોય છે અને શરીરમાં અશક્તિ જોવા મળે છે. પાંચ દિવસ સુધી ખૂબ વધુ પ્રમાણમાં રહે છે અને ત્રીજા દિવસથી શરીર કાળુ પડતું થાય છે અને હાથ-પગ અને તરિયા ઉપર નાના નાના પિમ્પલ જોવા મળે છે જેના કારણે શરીર સુકાઈ ગયેલું દેખાવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published.