દરિયા કિનારે આખો દિવસ ચુપચાપ બેસી રહેતો કૂતરો, જ્યારે સત્ય સામે આવ્યું તો હોશ ઉડી ગયા બધાંના…

કહેવાય છે કે પ્રાણીઓ ખૂબ જ વફાદાર હોય છે. સૌથી વફાદાર પ્રાણી નું નામ લેવામાં આવે તો એમાં સૌપ્રથમ કુતરા નું નામ જ લેવામાં આવે છે. કુતરાઓ પોતાની જાતની પરવા કર્યા વગર પોતાના માલિકની રક્ષા કરતા હોય છે. પેરુમાં વર્ષો થી અત્યારસુધી એક કૂતરો આજે પણ દરિયાકિનારે તેના માલિકની રાહ જોઈ રહ્યો છે.

જુલી નામની એક મહિલાએ કુતરા ની વાર્તા સમગ્ર દુનિયા સુધી પહોંચાડી છે. તેણે એક દિવસ બીચ ઉપર કૂતરાને રાહ જોતા જોયો હતો ત્યારબાદ તેને વિચાર આવ્યો કે આ કૂતરો દરિયા સામે શું જોઈ રહ્યો છે ત્યારબાદ સ્થાનિક વ્યક્તિ સાથે વાતચીત કરતાં માહિતી મળી કે કે તેના માલિક ની રાહ જોઈને બેઠો છે.

આ કૂતરો કેટલાક માછીમારો દ્વારા પાડવામાં આવ્યો હતો. માછીમારો આ કૂતરાને પોતાના જોડે લઈ જતા હતા પરંતુ અચાનક જ એક દિવસે માલિક નું અવસાન થતા કૂતરો હજુ પણ દરિયા કિનારે આવીને તેમની રાહ જોઈ રહ્યો છે પરંતુ હજુ સુધી તેનો માલિક પરત આવ્યો નથી.

આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તેમ જ અમેરિકાના કેટલાક અખબારોમાં તેને પ્રકાશિત કરવામાં આવી હતી. જુલી નામની મહિલા હવે આ કૂતરાની દેખભાળ કરે છે. હજુ પણ આ કૂતરો દરિયા સામે જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.