દયાભાભી ફરી એકવાર બન્યા માતા, શું હવે નજર આવશે “તારક મહેતામાં”, જાણો એક ક્લિક પર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે. અને હવે સમાચાર આવી રહ્યા છે કે દયાભાભી એટલે કે દિશા વાકાણી તારક મહેતા શો માં પાછી આવી રહ્યા છે.

પરંતુ દિશા વાકાણી ને લઈને એક બીજા સમાચાર સામે આવ્યા છે કે થોડા સમય પહેલા એક પુત્રને જન્મ આપ્યો છે. દિશા વાકાણી ના પતિ મયુર પંડ્યા તથા ભાઈ મયુર વાકાણીએ આ વાતનો ખુલાસો મીડિયા સમક્ષ કર્યો હતો. થોડા સમય પહેલા દિશા ના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સુંદર નું પાત્ર ભજવનાર દિશા વાકાણીનો ભાઇ મયુર વાકાણીની કહે છે મને કહેતા ખુશી થાય છે કે હું ફરી એકવાર મામા બની ગયો છું. જ્યારે 2017માં દિશા વાકાણીએ એક છોકરી ને જન્મ આપ્યો હતો અને હવે ફરીથી દિશા વાકાણી માતા બની છે જે થી હું હું ખૂબ જ ખુશ છું.

મયુર વાકાણી મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું છે કે દિશા વાકાણી તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ચોક્કસ જોવા મળશે કારણ કે તેમને આ સીરિયલમાં ખૂબ વર્ષો સુધી કામ કર્યું છે. તેમજ દિશા વાકાણીને પણ આ સીરિયલમાં કામ કરવું ખૂબ જ ગમે છે અને દરેક લોકો તેમની રાહ જોઈ રહ્યા છે એટલા માટે દિશા વાકાણી આ શોમાં પરત જોવા મળશે.

દિશા વાકાણી ના પતિ સાથે વાતચીત કરવા જાણવા મળ્યું છે કે દિશા વાકાણી તેના દીકરા સાથે ખૂબ જ વ્યસ્ત છે. દિશા વાકાણી ના લગ્ન મુંબઈમાં રહેતા ca મયુર પંડ્યા સાથે 2015ના 24 નવેમ્બરે થયા હતા. દિશાએ 2017 માં એક દીકરી ને જન્મ આપ્યો હતો.

દિશા વાકાણી તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા 2008 થી એટલે કે સિરિયલની શરૂઆતથી જ જોડાયેલાં છે. દિશા ઓક્ટોબર 2017 માટે લાંબો બ્રેક લીધો હતો ત્યારબાદ છ મહિના પછી દિશા વાકાણી શોમાં જોવા મળી હતી. પરંતુ આજ દિવસ સુધી દિશા વાકાણી ફરીથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નજર આવી નથી જેથી અનેક વાર સોશિયલ મીડિયા પર આની ચર્ચા જોવા મળી છે.

મળતી માહિતી મુજબ દયા એક એપિસોડના દોઢ લાખ રૂપિયા માગી રહી છે. સીરીયલ ના પ્રોડ્યુસર તેમજ મેનેજમેન્ટ આ વિશે વિચારી રહ્યા છે કારણ કે દયા ફક્ત ત્રણ કલાક માટે જ આવી શકે તેવું જોવા મળ્યું છે. દયા એટલે કે દિશા વાકાણીએ કહ્યું છે કે તે ફક્ત પોતાના પરિવારને વધુ સમય આપવા માગે છે.

Leave a Reply

Your email address will not be published.