દેવાથી ડુબેલા શ્રીલંકાએ પોતાને કંગાળ ઘોષિત કર્યો, ચીન સહિત અન્ય દેશોના પૈસાનું શું થશે?

હાલ શ્રીલંકામાં હાલત ખૂબ ખરાબ ચાલી રહી છે અને દેશમાં ખૂબ જ હિંસા ચાલુ થઈ ગઈ છે તેમજ શ્રીલંકાના લોકો તેમના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ને પૂછી રહ્યા છે કે શ્રીલંકા કઈ રીતે કંગાલ દેશ બની ગયો અને દેશના પૈસા ક્યાં ગયા અને ખાવા-પીવાની વસ્તુઓ ના ભાવ છે કે આસમાન સુધી પહોંચી ગયા છે તેમજ આર્થિક રીતે શ્રીલંકા કંગાળ થઈ ગયું છે તેમજ મંગળવારના દિવસે શ્રીલંકાએ જણાવ્યું કે એક બિલિયન ડોલરની દેવ તે હવે ચૂકવી શકશે નહીં. અને શ્રીલંકાની તમામ બેંકો ખાલી થઈ ગઈ છે.

વિત મંત્રાલય જોડે વાત કરતાં મળી આ માહિતી

શ્રીલંકાના વિદેશ મંત્રાલયે જોડે વાત કરતાં માહિતી મળી કે શ્રીલંકામાં ખાવાનું તેમ જ પેટ્રોલિયમમાં ખૂબ જ તંગી જોવા મળી રહી છે અને તેમના ભાવ ખૂબ જ વધી ગયા છે તેમજ શ્રીલંકા હવે વિદેશી બેન્કોની લોન ભરી શકશે નહીં કારણ કે તેના જોડે હવે કોઈ રકમ બચી નથી.

શ્રીલંકા પર છે આટલું દેવું

શ્રીલંકા ઉપર પાંચ બિલિયન ડોલરથી પણ વધુ દેવું છે તેમજ તેને ચીન જોડેથી એક બિલિયન ડોલર લીધેલા છે. જે શ્રીલંકા દરેક વર્ષે થોડી થોડી રકમ પાછી આપવાનો પ્રયત્ન કરે છે. ભારત સહિત બીજા દેશની મોટી કંપનીઓ ના પૈસા પણ ત્યાં ફસાઇ ગયેલ છે.

શ્રીલંકા કઈ રીતે પૈસા આપશે

શ્રીલંકામાં તંગી હાલત જોવા મળી રહી છે અને શ્રીલંકાના વિદેશ મંત્રાલયે જણાવી દીધું છે કે હવે તેમના જોડે પૈસા છે નહીં અને શ્રીલંકાના લોકો રોડ ઉપર આવી ગયા છે અને મોટા પ્રમાણમાં હિંસા ફેલાવી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ સારી થતા શ્રીલંકા પુરે પૂરો પ્રયત્ન કરશે દરેકને પોતાના પૈસા પાછા આપવા માટે પરંતુ હાલ શ્રીલંકા જોડે કોઈ એવી મોટી રકમ છે નહીં જેથી તે પોતાનું દેવું ભરી શકે.

Leave a Reply

Your email address will not be published.