ધોનીને લઈને આ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો, સાંભળીને તમે ચોંકી જશો

પોતાના જીવનમાં આટલું મોટું સ્થાન હાંસલ કરવા છતાં ધોની ક્યારેય મહેનતથી દૂર નથી રહ્યો. ધોનીની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની પર્સનલ લાઈફ પણ લાઈમલાઈટમાં રહી છે.

પત્ની સાક્ષી સાથે લગ્ન કરતા પહેલા ધોનીનું નામ ઘણી મોડલ અને અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. વર્ષ 2008માં IPL દરમિયાન ધોનીનું નામ એક અભિનેત્રી સાથે જોડાયું હતું. ચર્ચા હતી કે ધોની આ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે.

એ દિવસોમાં ધોની સાઉથ ઈન્ડસ્ટ્રીની મોડલ અને અભિનેત્રી રાય લક્ષ્મીને ડેટ કરી રહ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં રાય લક્ષ્મીએ કહ્યું કે ધોનીને ડેટ કરવું તેના જીવનનો સૌથી ખરાબ નિર્ણય હતો. ધોની સાથે તેનો સંબંધ માત્ર એક વર્ષ જ ચાલ્યો હતો.

લક્ષ્મીએ કહ્યું કે શરૂઆતમાં બધું જ પરફેક્ટ હતું પરંતુ પછી કેટલીક બાબતોને લઈને અણગમો શરૂ થઈ ગયો. પરિણામે બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો અને અહીં તેમના સંબંધો તૂટી ગયા.

આટલું જ નહીં, અભિનેત્રી રાય લક્ષ્મીએ કહ્યું કે ધોની સાથે તેનો સંબંધ તેના જીવન પરના કાળા ડાઘ જેવો છે જેને તે ક્યારેય ભૂંસી નહીં શકે. જોકે, ધોનીએ તેના જીવનમાં ઘણો આગળ વધી ચુક્યો છે. ઘણા સંબંધો બાદ આખરે તેણે સાક્ષી ધોની સાથે લગ્ન કર્યા. આજે બંને સુખી જીવન જીવી રહ્યા છે. ધોનીને જીવા નામની એક પુત્રી પણ છે.

Leave a Reply

Your email address will not be published.