ધોરણ-૧૦ના પરિણામમાં રાજકોટ જિલ્લા નું પરિણામ 72.86, જ્યારે રાજકોટ ના 6 સ્કુલો નું પરિણામ આવ્યું ઝીરો ટકા

ગુજરાતમાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10માનું પરીક્ષાનું પરિણામ 65.18 ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લા નું પરિણામ 72.86 ટકા જોવા મળ્યું છે. સૌથી વધુ પરિણામ રૂપાવટી આવ્યું છે. આ પરિણામ રાજ્યનું સૌથી વધુ સારું પરિણામ છે. રાજકોટમાં ઝીરો ટકા વાળી છ સ્કૂલ તેમજ સો ટકા પરિણામ ધરાવતી ફક્ત 30 સ્કૂલો આવેલી છે. 2020 કોરોના મહામારી દરમિયાન રાજકોટ જિલ્લાનું પરિણામ 60.08 હતું. 2022 દરમિયાન પરિણામમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સત્તાવાર વેબસાઇટ ઉપર આજે ધોરણ10નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૌથી વધુ રાજકોટ જિલ્લામાં એ વન ગ્રેડ સાથે 1561 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે એ ટુ ઝેડ સાથે 4562 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તેમજ B 2 ગ્રેડ સાથે 6637 વિદ્યાર્થીઓ સારી ટકાએ પાસ થયા છે. રાજકોટ જિલ્લામાં ૩૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલ ની સંખ્યા આશરે 69 છે.

આજે સમગ્ર ગુજરાતના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માં ખૂબ જ અનેરો આનંદ નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સારા પરિણામથી પોતાનું ભવિષ્ય આગળ વધારે તે માટે દરેક લોકો દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.