ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું, સુરત શહેર એ વગાડ્યો ડંકો

આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવામાં આવી હતી. થોડા સમય પહેલાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 આવ્યું છે.

ગુજરાતમાં સૌથી સારું પરિણામ સુરત શહેરમાં જોવા મળ્યું છે. આજે જાહેર થયેલ સામાન્ય પ્રવાહના પરિણામમાં સુરત નું પરિણામ 87.52 ટકા છે. જેમાં એ વન ગ્રેડ સાથે 643, A2 ગ્રેડ સાથે 4382 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે વેબસાઈટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સૌથી વધુ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ વડોદરા શહેરના નોંધાયા હતા. પરીક્ષા અને પરિણામ સમયસર જાહેર કરતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

6 જૂને ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેર કરવામાં આવી છે કે ધોરણ 12 નું પરિણામ 4 તારીખે અને ધોરણ-10નું પરિણામ સત્તાવાર વેબસાઈટ ઉપર 6 જૂને જોવા મળશે.

 

Leave a Reply

Your email address will not be published.